જામનગર ખિજડીયા બાયપાસ પાસેથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

0
16

204 નંગ બોટલ તથા મોટર કાર સહિત કુલ રૂા.4,01,600ના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર ખિજડીયા બાયપાસ પાસેથી પસાર થતી મોટર માંથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રૂા.81,600ની 204 નંગ વિદેશી દારૂની બોટલ અને રૂપિયા 3,00,000ની કિંમતની કાર તથા 20,000ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.4,01, 600ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે. આ અંગેની વિગત મૂજબ જામનગર ખિજડીયા બાયપાસ જયમાતાજી હોટેલ પાસે હાઇ-વે રોડ ઉપરથી રાજકોટથી જામનગર આવતી મોટરકારમાં વિદેશી દારૂની બોટલ હોવાની નિર્મળસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, સલિમભાઇ નોઇડા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચના તેમજ એલસીબી પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એ.એસ. ગરચર, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા,સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગિરીરાજસિંહ જાડેજા, તથા પોલીસ કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે આઇ ટેન કાર માંથી રૂા.72,000ની કિંમતની 180 નંગ વિસ્કીની બોટલ, રૂા.9,600ની કિંમતની 24 નંગ વોટકાની બોટલ તથા રૂા.3,00,000ની કિંમતની તથા રૂા.20,000 ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા. 4,01,600ના મુદ્દામાલ સાથે મયૂર રામજીભાઇ સોઢા (રહે.મધુરમ રેસીડેન્સી બ્લોક નં.192/54), સુરેશ ઉર્ફે સુર્યો કાનજીભાઇ ડાભી(રહે. શાંતિનગર શેરી.નં.02)ને મુદામાલ સાથે પકડી તેમજ ઇંગ્લીશ દારૂનો જથ્થો મગાવનાર જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા કલુભા જાડેજા (રહે. શાંતિનગર ) વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કિશોરભાઇ કાઢી (રહે.રામપરા) ને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

નાઘેડીમાં બિનવારસુ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગર તાલુકાના નાઘેડી ગામે બિનવારસુ પાર્ક કરેલી કારમાં તલાસી લેતા એલસીબીની ટીમે કારમાંથી રૂા.25200 ની કિંમતનો ઈંગ્લીશ દારૂ અને ત્રણ લાખની કાર મળી કુલ રૂા.3.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી છે. આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં જામનગર તરફ જતા નવાપરામાં કેનાલ વાળા માર્ગ પર પાર્ક કરેલી કારમાં દારૂ હોવાની વનરાજ મકવાણા અને રઘુવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જીજે-03-એચકે-2935 નંબરની આઈ-20 કારની તલાસી લેતા તેમાંથી રૂા.25200 ની કિંમતની 63 બોટલ દારૂ મળી આવતા પોલીસે ત્રણ લાખની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.3,25,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કારના નંબરના આધારે કારમાલિકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here