- પોલીસે રૂ. 4.42 લાખના મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડ્યાં: એકની શોધખોળ
માળીયા(મી)તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઘઉં અને ચોખાના જથ્થાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ત્યારે માળીયા(મી) પોલીસે રૂ.4.42 લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે મોરબીના શનાળાના એક ઈસમનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
માળીયા(મી) પોલીસ મથક ટીમ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન જયપાલસિહ ઝાલા, મનસુખભાઈ ચાવડાને સંયુકત બાતમી મળી કે, ચાચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોડાઉનમાંથી અમુક ઇસમો સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનું વેચાણ કરી આર્થીક લાભ મેળવે છે. અને હાલ તેઓની આ પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા સરકારી અનાજ ચોખાની (ચાવલ)ની બોરીઓ નંગ કુલ 11 કુલ વજન 550 કિલો કિં.રૂ. 22 હજાર, ઘઉંની બોરીઓ નંગ 4 કુલ વજન 200 કિલો કિ.રૂ. 6 હજાર, ઇક્કો ગાડી રજી.નં. જીજે-36-એએફ-1153 કિ.રૂ. 4 લાખ મોબાઇલ ફોન નંગ 2 કિ.રૂ. 10 હજાર અને રોકડા રૂપીયા 4750/- મળી કુલ રૂ. 4,42,750/- ના મુદામાલ સાથે આરોપી શીવરાજસિંગ કાલીયરન રાજપુત અને આરોપી રાહુલ પુજારામ રાજપુત બન્ને રહે.મધ્યપ્રદેશ વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક આરોપી રમેશભાઇ રહે. શનાળા વાળાનું આ ગોરખધંધામાં નામ ખુલતા તે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.