હળવદ માળીયા હાઇવે પર ટ્રક સાથે  અકસ્માતમાં ટ્રેક્ટરના બે ફાડીયા

 

રણજિતગઢ ગામેથી કપાસ ભરીને આવતા ટ્રેક્ટરને ટ્રકે હડફેટે લીધું : સદભાગ્યે જાનહાની નહિ

 

અબતક,હળવદ

હળવદ માળીયા હાઇવે ઉપર કંસારી હનુમાનજી મંદિર નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકે કપાસ ભરેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટરના બે ફાડીયા થઈ ગયા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર કંસારી હનુમાનજી મંદિર નજીક રણજીતગઢ ગામેથી કપાસ ભરીને આવતા ટ્રેક્ટરને આઇસર ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા ટ્રેકટરના બે ફાડીયા થઈ ગયા હતા અને ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં રોડ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો અને લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડયા હતા. જો કે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.