• લાયન સફારી પાર્કની અંદર ઇન્સ્પેક્શન માટે પાથ-વેનું પણ નિર્માણ થશે: પ્રદ્યુમન પાર્કમાં પાણીમાં રહેતા ઉંદર, નાની સાઇઝના વાંદરા અને કાચબા માટે પાંજરા બનાવવામાં આવશે

શહેરની ભાગોળે અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રભરના સહેલાણીઓ માટે એક સર્વોત્તમ ફરવા લાયક સ્થળ બની ગયું છે. પ્રદ્યુમન પાર્ક પાસે આશરે 30 એકર જગ્યામાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવનાર છે. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. કમ્પાઉન્ડ વોલનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લાયન સફારી પાર્કમાં બે અલગ-અલગ સ્થળોએ ટુ-વે ગેઇટ બનાવવા માટે રૂ.1.46 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્ક પાસે લાયન સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવનાર છે. જ્યાં હાલ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે હવે બે અલગ-અલગ જગ્યાએ ટુ-વે ગેઇટ બનાવવાના કામ માટે રૂ.14589311નો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

જેમાં એન્ટ્રી અને એક્ઝીટ બંને અલગ-અલગ રાખવામાં આવશે. સફારી પાર્કનો એન્ટ્રી ગેઇટ લોકોનું મન મોહી લે તેવો બનાવવામાં આવશે. આ ઉપરાંત સફારી પાર્કનું નિર્માણ થયા બાદ અંદર રહેતા પશુઓ અને પ્રાણીઓની દરેક હલચલ પર દેખરેખ રાખી શકાય તે માટે રૂ.91.34 કરોડના ખર્ચે ઇન્સ્પેક્શન પાથનું પણ નિર્માણ કરવામાં આવશે. પ્રદ્યુમન પાર્કમાં સતત અલગ-અલગ પ્રાણીઓ અને પશુઓને લાવવામાં આવે છે અને સહેલાણીઓ માટે મુકવામાં આવે છે. સ્મોલ એનિમલ કોયપુ એટલે પાણીમાં રહેતા મોટા ઉંદર, મારમોસેટ અર્થાત નાની સાઇઝના વાંદરા અને કાચબા માટે રૂ.57.93 કરોડના ખર્ચે પાંજરા બનાવવા માટે સ્ટેન્ડિંગ સમક્ષ ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત રજૂ કરાઇ છે. પ્રદ્યુમન પાર્ક આસપાસના વિસ્તારને કોર્પોરેશન દ્વારા સતત વિકસિત કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ અહિં સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. લાલપરી-રાંદરડા લેકને ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. હવે લાયન સફારી પાર્કના નિર્માણ બાદ સમગ્ર વિસ્તારની સુરત ફરી જશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.