ત્રંબાની વાડીમાંથી 2112 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

રતનપર ગામ નજીક, તુફાનમાંથી 60 બોટલ શરાબ સાથે ચાલક પકડાયો

શહેરની ભાગોળે ત્રંબા ગામે વાડીમાંથી શરાબની 2112 બોટલ દારૂ અને ટેમ્પો સાથે બે શખ્સો તેમજ મોરબી રોડ પર આવેલા રતનપર ગામ નજીક તુફાનકારમાં 60 બોટલ શરાબ સાથે ચાલક મળી કુલ રૂ. સોળ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. જયારે એકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ગામની સીમમાં વૃંદાવન ફામ હાઉસની બાજુમાં આવેલી રામજીભાઈ પટેલની વાડીમાં દારૂના જથ્થો હાવેની બાતમી ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. યુ.બી જોગરાણાની ટીમના એ.એસ.આઈ.જે.વી. ગોહીલ, હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ રતન, કરણભાઈ મારૂ અને કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ ગોહિલને મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે વાડીમા દરોડો પાડી રૂ. 859500ની કિંમતની 2112 બોટલ શરાબ અને એક ટેમ્પો મળી કુલ રૂ.14,64,500નો મુદામાલ સાથે રામજીભાઈ પટેલની વાડીમાં ખેતી કામ કરતા ભાવેશ વિરજીભાઈ રાઠોડ અને જયેશ વિરજીભાઈ રાઠોડ નામના શખ્સોને ક્રાઈમ બ્રાંચ પી.આઈ. વી.કે. ગઢવીના માર્ગદશર્ન હેઠળ પી.એસ.આઈ. યુ.બી. જોગરાણા, એ.એસ.આઈ. બીપીનભાઈ ગઢવી, જયંતીભાઈ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવિનભાઈ રતન, કરણભાઈ મારૂ અને કોન્સ્ટેબલ ઈન્દ્રજીતસિંહ ગોહિલે ઝડપી લઈ દારૂ અંગે પૂછપરછ કરતા તેની સાથે રાજકોટમાં માજોથીનગરમાં રહેતો યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા નામનો શખ્સ સંડોવાયો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે મોરબી રોડ પર આવેલા રતનપર ગામ બસ સ્ટેન્ડ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. એમ.એસ. અંસારી સહિતના સ્ટાફે જી.જે.04 એકસ 9586 નંબરની તુફાન કારમાંથી વિદેશી દારૂની 60 બોટલ સાથે ઘાંચીવાડ શેરી નં. 1માં રહેતો ચાલક વસીમ જમાલભાઈ ભટ્ટીને ઝડપી લીધો છે.