ધ્રોલ નજીક બેફામ દોડતા ટેન્કરે ટ્રેકટરને ઠોકરે લેતા બેના મોત

દેડકદડથી ચણા લઈને યાર્ડમાં આવતા ખેડૂત,શ્રમિકને નડ્યો  

ધ્રોલના ત્રિકોણ બાગ પાસે એક ટેન્કરના ચાલકે ટ્રેકટરને ઠોકર મારતા ટ્રેકટર ચાલક સહિત બેના મોત થયા હતા.મળતી વિગત અનુસાર વહેલી સવારે ધ્રોલના ત્રિકોણ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક તથા ટ્રોલી પર બેઠેલા મંજુરનુ મૂત્યુ થયુ યાર્ડ થી 1 કિલોમીટર દુર હતા ત્યાં કાળમુખે ટ્રકે ઠોકર મારતા ટ્રેક્ટર 400 ફુટ સુધી ઢસડાયુ હતું.

ધ્રોલ તાલુકાના દેડકદડ ગામના ભુપતભાઈ લાધાભાઇ પાદરીયા અને તેમની વાડીના ખેત મજુર મગનભાઈ જેતુ બધેલ બંને તેમનું ટ્રેકટર તથા ટ્રોલીમાં ચણા ભરીને દેડકદડથી ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે જતા હતા. આ બાબતે ત્રિકોણબાગ પાસે પહોંચતા પાછળથી ટેન્કરનાં ચાલકે પોતાનું ટેન્કર પૂરઝડપેથી ગલત ભરી રીતે ચલાવી તે ટ્રેક્ટરની ટ્રોલીને ઠોકર મારતા અકસ્માતમાં ભુપતભાઈ લાધાભાઇ પાટડીયા (ઉ.45) તથા તેમની સાથે ટ્રેકટરમાં બેસેલી આદિવાસી મજુર મગન જેતુ બધેલ (ઉ.31) બંને ટેકટર માંથી પડી જતા બંનેને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજા જતા બંનેના મોત નિપજ્યા હતા.

ધ્રોલ પોલીસ ધટના સ્થળ પર જઈ આગળની કાર્યવાહી હાથ ધરી બંન્ને મૃતકને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પણ.એમ. માટે ખસેડ્યા હતા. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.