- એક મહિનો ક્વોરેન્ટાઇન પિરિયડમાં રાખ્યા બાદ ડિસ્પ્લેમાં ખુલ્લા મુકવામાં આવ્યા છે
જૂનાગઢ: જિલ્લાના સક્કરબાગ ઝૂમાં નવું આકર્ષણ ઉમેરાયું છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય જૂનાગઢ અને પ્રદ્યુમન પાર્ક રાજકોટ વચ્ચે ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગીથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પ્રાણીઓની અદલાબદલી કરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલાં જૂનાગઢમાં એક વાઘની જોડીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી છે. ત્યારે અહીં લાવવામાં આવેલી આ સફેદ વાઘની જોડી માટે એક મહિનો કેવો રહ્યો, જૂનાગઢનું વાતાવરણ તેને માફક આવ્યું કે નહીં તે જાણવા માટે જૂનાગઢના નાયબ વન સંરક્ષક અક્ષય જોશી પાસેથી માહિતી મેળવી હતી.
કેવો રહ્યો આ વાઘની જોડી નો એક મહિનો
થોડા સમય પહેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક જોડી વાઈટ ટાઈગરનું આગમન થયું હતું. જેને પ્રવાસીઓ માટે પણ ખુલ્લામાં પણ મુકવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ છેલ્લા એક માસમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે અને પ્રવાસીઓને આ જે વાઘની જોડી છે તે ખૂબ પસંદ આવી છે. એક મહિનાના સમય દરમિયાન નર અને માદાની આ જોડી એકબીજા સાથે પણ ટેવાઈ ગઈ છે. એક સાથે ફરે છે અને તેનું સ્વાસ્થ્ય પણ હાલમાં ખૂબ જ સારું છે. વેટનરી ડોક્ટરની ટીમ સતત તેના પર નજર રાખી રહી છે. દરરોજ 10 થી 12 kg ચીકન ખોરાક માટે આપવામાં આવે છે. અને આ વાઘની જોડી તેને સમાપ્ત કરે છે.
જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય માંથી એક જોડી સિંહ નર એક અને માદા એક પ્રદ્યુમન પાર્ક રાજકોટને આપવામાં આવ્યા હતા જેના બદલામાં પ્રદ્યુમન પાર્ક રાજકોટ તરફથી એક જોડી વાઘ એક નર અને એક માદા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય જુનાગઢ ને આપવામાં આવ્યા છે.
સફેદ વાઘની શું છે ખાસિયત:
1.સફેદ ભાગ એ ભારતીય ઉપખંડના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા સુંદરવન વિસ્તારમાં જોવા મળે છે
2.સફેદ ભાગ એ સામાન્ય વાઘની જેમ જ હોય પરંતુ તેના શરીરમાં આવેલા મેલાનીન અભિરંજક ની ઉણપને લીધે તે સફેદ દેખાય છે
3.સફેદ વાઘ ની આંખ નો કલર બ્લુ અને પગના પંજાનો કલર ગુલાબી હોય છે
4.સફેદ વાઘ સામાન્ય વાઘ કરતા શરીરે વજનદાર હોય છે
સફેદ વાઘ ની લંબાઈ નાક થી પૂંછડી સુધી 9.8 ફૂટ થી 10 ફૂટ સુધીની થઈ શકે છે.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ