- અડાજણ વિસ્તારમાં બે નાની દીકરીઓની છેડતી કરનાર ઝડપાયો
- ચોકલેટ આપવાના બહાને દીકરીઓની છેડતી કરી
- માતા-પિતાને બનાવની જાણ થતાં નોંધાવી પોલીસ ફરિયાદ
- પોલીસ દ્વારા વિજય રાઠોડ નામના ઇસમની કરવામાં આવી ધરપકડ
માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે કે નહીં તે સવાલ ચોક્કસપણે થવાનો જ છે કારણ કે દિકરીઓ સાથે નરાધમો વિચિત્ર હરકત કરવાનું મુકતા નથી. ગુજરાતમાંથી દિકરીઓની છેડતી થતી હોવાની ઘટનાઓ દરરોજ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર સુરતના પાડોશીએ બાજુમાં રહેતી 2 માસૂમ દિકરીઓની છેડતી કરી હતી. હવસખોર પડોશીએ માત્ર 5 અને 8 વર્ષની દિકરીની છેડતી કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે.
40 વર્ષીય યુવાનની શર્મનાક કરતુત
સુરતમાં 40 વર્ષીય યુવાનની શર્મનાક કરતુત સામે આવી છે. આ વ્યક્તિએ પાડોશીમાં રહેતી 2 દિકરીઓને ચોકલેટ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ તે દિકરીઓને રૂમમાં લઈ ગયો અને છેડતી કરી હતી. આ ઉપરાંત બંને દિકરીઓની છેડતી થતાં ત્યાંથી ભાગી ગઈ હતી. તેમજ બને દિકરીઓએ માતાપિતાને સમગ્ર બનાવની જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો અડાજણ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. અડાજણ પોલીસે નરાધમની ધરપકડ કરી છે.
મળતી માહિતી દરમિયાન આ વ્યક્તિએ 5 અને 8 વર્ષની દીકરીની છેડતી કરી હતી. જેમાંથી 8 વર્ષની દિકરી આરોપીને બટકું ભરીને ત્યાંથી ભાગી ગઈ હતી. તેમજ આ માસૂમ તેના મામાના ઘરે વેકેશન કરવા માટે આવી હતી અને તે અમદાવાદના રહેવાસીછે અને 5 વર્ષની દીકરી તેમના ફોઈની દીકરી છે. આ ઉપરાંત બે દીકરીઓની છેડતી કરનાર આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે અને તે પોતાની પત્ની અને દીકરા દીકરી સાથે રહે છે.