Abtak Media Google News

હળવદના કવાડિયા ગામે ઘર પાસે ગાળો બોલવાની એક શખ્સને ના પાડતા તેના છ સાથીઓએ પાછળથી આવી તેના પર પથ્થરો વડે હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સાત શખ્સોએ પથ્થરમારો કરી ગંભીર ઈજા પહોંચાડી

મળતી માહિતી અનુસાર, વિશાલ અરજણભાઇ ચારોલા નામનો શખ્સ વીનુભાઇ દેવીપુજકને ફરીયાદી દુધીબેન હનુભાઇ શિહોરા નામની મહિલાના હળવદના કવાડીયા ખાતે આવેલ ઘર પાસે શેરીમા ગાળો દેતા હોય જે ગાળો દેવાની ફરીયાદીએ ના પાડતા વિશાલને સારૂ ના લાગતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી છુટો પથ્થર મારી માથામા ઇજા કરી તથા હાથમા ધોકા તથા પાઇપ લઇ આવી ગાળો બોલી ઝધડો કરી ધોકાથી ડાબા તથા જમણા કાન ઉપર માથામા મારી ફુટ ઇજા કરી .

કિશનભાઇને અજીતભાઇ ઘનશ્યામભાઇ નામના શખ્સને પાઇપ વતી માથામા ફુટની ઇજા કરી તથા મહિલાના પરિવારજનો તથા સ્થાનિક લોકો વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ વિશાલ અરજણભાઇ ચારોલા, અમીત અરજણભાઇ ચારોલા, અરજણભાઇ શંકરભાઇ ચારોલા, અજીતભાઇ ઘનશ્યામભાઇ, નિલેશભાઇ મશરૂભાઇ, અશ્વિનભાઇ તીકુભાઇ, રમેશભાઇ રણછોડભાઇ નામના આરોપીઓએ હથીયારથી મારી શરીરે મુઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે દુધીબેન હનુભાઇ શિહોરા દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.