રાજકોટમાં ઘંટેશ્વર પાર્ક પાસે કારે બાઇકને ઠોકરે લેતા બે યુવકો ફંગોળાયા: એક ગંભીર

હોટલમાંથી જમીને નીકળ્યાં ત્યારે સજાર્યો અકસ્માત: ચાલક કાર મૂકી નાશી જતા કારમાં આગ લાગી

રાજકોટમાં જામનગર રોડ પર આવેલ ઘંટેશ્ર્વવર નજીક બપોરનાં સમયે બે યુવાનો હોટલ પરથી જમીને બાઇક પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક કાર તેમને ઠોકરે લેતા બન્ને યુવાનો ફંગોળ્યા હતા અને બન્નેને ઇજા પહોચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયારેચાલક કાર મૂકી નાશી ગયો હતો અને બાદ કારમાં આગ લાગતા તેને બુજાવવામાં આવી હતી.

આ અંગે મળતી માહીતી મુજબ મોરબી રોડ પર જનતા પાર્કમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા યોગેશભાઇ ગુસાણીએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેનો પુત્ર વ્રજ ગુસાણી અને તેના વેવાઇનો પુત્ર કપિલ બન્ને રવિવાર બપોરે બાઇક લઇ અને ઘંટેશ્ર્વર  નજીક હોટલમાં જમવા ગયા હતા ત્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીજે 10 ડીએ 1019 નંબરની સ્વીફટ કારે તેમને ઠોકરે લેતા બન્ને યુવાનો ફંગોળ્યા હતા અને બન્નેને ઇજા પહોચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કાર ચાલક કાર મુકી નાશી ગયો હતો બાદ કારમાં આગ પણ લાગી હોવાનું સૂત્રો દ્વારા મળતી માહીતીમાંથી જાણવા મળ્યું છે હાલ પોલીસે કાર ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.