Abtak Media Google News

સમગ્ર વર્ષભર કાર્યરત રહી શકે તેવી બંધારણીય બેન્ચ બનાવવાનો લક્ષ્યાંક: યુ.યુ. લલિત

જસ્ટિસ યુ.યુ. લલિત આજથી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળશે. યુ.યુ. લલિત દેશના 49 ચીફ જસ્ટિસ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે શપથ લેવડાવશે.  આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે.

આઉટગોઇંગ ચીફ જસ્ટિસ રમણાના વિદાય સમારંભમાં તેમના શપથ ગ્રહણ પહેલા, તેમણે ત્રણ મોટા સુધારા વિશે વાત કરી હતી. જસ્ટિસ યુ.યુ. લલિતે કહ્યું હતું કે, મારો પ્રયત્ન રહેશે કે કેસોની યાદીમાં પારદર્શિતા આવે. હું એવી વ્યવસ્થા બનાવી શકું કે જેમાં તાકીદની બાબતો સંબંધિત બેન્ચ સમક્ષ મુક્તપણે હાથ ધરવામાં આવે.  આ સિવાય હું ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ બનાવી શકું, જે આખું વર્ષ કામ કરતી રહે.

ભારતના 49 મા મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ યુ.યુ. લલિતને ન્યાયાધીશોની નિમણૂકથી લઈને મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્નો સુધીના પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેમને તેમના ન્યાયિક વારસાનો અનુભવ પણ હશે. વાસ્તવમાં યુ.યુ. લલિતનો પરિવાર ચાર પેઢીઓથી ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે. જસ્ટિસ લલિતના દાદા રંગનાથ લલિત આઝાદી પહેલા સોલાપુરમાં વકીલ હતા.

જસ્ટિસ યુ.યુ. લલિતના 90 વર્ષીય પિતા ઉમેશ રંગનાથ લલિત પણ પ્રોફેશનલ વકીલ રહી ચૂક્યા છે. બાદમાં તેમણે હાઈકોર્ટના જજ તરીકે સેવા આપી હતી. આ સિવાય જસ્ટિસ લલિતના બે પુત્રો હર્ષદ અને શ્રેયશ છે, જેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જોકે, બાદમાં શ્રેયશ લલિત પણ કાયદા તરફ વળ્યા હતા. તેમની પત્ની રવિના પણ વકીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.