Abtak Media Google News

ઉદ્યોગકારોને ‘ઉદ્યમ’ નોંધણી દ્વારા એમએસએમઇ મંત્રાલયની વિવિધ યોજનાનો લાભ મળી શકે છે. 

દેશની આર્થિકસ્થિતિ સુધારવા માટે સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવતા હોઈ છે. સામે એ હેતુ પણ હોઈ છે કે મહત્તમ ઉદ્યોગોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી શકે. પરંતુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો હોવા છતાં જે ગતિએ સરકારની ઉદ્યમ વેબસાઈટ ઉપર નોંધણી થવી જોઈએ તે થઈ શકી નથી. અને જે પ્રમાણમાં આંકડો સામે આવો જોઈએ તે પણ આવી શક્યો નથી.

લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં જોડાતા ઉદ્યોગકારોને સાનુકૂળતા મળે તે માટે સરકાર દ્વારા ઉદ્યમ નોંધણી શરૂ કરવામાં આવી હતી પરંતુ જે યોગ્ય પ્રતિસાદ ન મળવો જોઇએ તે મળી શક્યો નથી. ઉદ્યોગકારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન  કરાવવું જરૂરી છે. આજે પણ રાજ્યમાં અને દેશમાં એવા ઘણા લોકો છે જે પોતાના ઘરે અથવા અન્ય જગ્યાએ નાનો ઉદ્યોગ શરૂ કરીને સંતોષકારક આવક મેળવી રહ્યાં છે, પણ હજી સુધી પોતાના ઉદ્યમની સરકારમાં નોંધણી કરવી નથી.

કેન્દ્ર અને રાજ્ય નોંધણી થયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઘણી યોજનાઓ અંતર્ગત લાભો આપે છે. ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિ માં પણ એમએસએમઇ ને સસ્તી લોન, સબસીડી સહીત અનેક વિશેષ લાભો આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લઘુ અને મધ્યમ ઉદ્યોગ નીતિમાં યોજનાઓનો લાભ લેવા માટે કેન્દ્રના એમએસએમઇ મંત્રાલયે જાહેર કરેલી વેબસાઈટ https://udyamregister.org/ પર ઉદ્યોગોનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ અને બિલકુલ મફત છે.

સરકાર હાલ આ તમામ ઉદ્યોગકારો કે જે ઉદ્યમ માં નોંધણી કરાવવા માંગતા હોય તેઓને અપીલ કરવામાં આવી રહી છે કે ઝડપભેર તેઓ મધ્યમાં નોંધણી કરાવે જેથી સરકારી તમામ મળતી સહાય તેઓને સુચારુ રૂપથી મળી શકે. બીજી તરફ સામે વાસ્તવિકતા એ પણ છે કે મધ્યમાં નોંધણી કરાવ્યા બાદ પછી તે ઉદ્યોગ ચાલે છે કે કેમ તેનો કોઈ પણ અંદાજ રહેતો નથી જો સરકાર આ સ્થિતિને ધ્યાને લઇ આગળ વધે તો ઘણા પ્રકારે સરકારને પણ ફાયદા મળી શકશે. હાલ માત્ર ઉદ્યોગકારો પોતાનો ઉદ્યોગ શરૂ થયો ન હોય તો પણ તેઓ પોતાના ઉદ્યોગ ની નોંધણી ઉદ્યમ મા કરાવી લે છે.

ઉદ્યમમાં નોંધાયેલા ઉદ્યોગકારોને જેમ પોર્ટલ અને સીપીપીપી પોર્ટલ સાથે જોડાણ હોવાથી સરકારી ખરીદીમાં લાભ મળી શકે છે. 

સરકાર ઉદ્યોગકારોને લાભ આપવા માટે અનેક યોજનાઓ અમલી બનાવી રહ્યું છે .ત્યારે સરકાર દ્વારા વિશેષ લાભ ઉદ્યોગકારોને આપવા માટે ઉદ્યમનો સાથ લેવામાં આવ્યો છે. આ પોર્ટલ પર નોંધાયેલા ઉદ્યોગકારોને જેમ પોર્ટલ અને સીપીપીપી પોર્ટલ પરથી સરકારી ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાનો પણ લાભ મેળવી શકે છે. પરંતુ જે રીતે લાભ મેળવવો જોઈએ તે મળી શક્યો નથી. એટલુંજ નહીં, અહીં ઉદ્યમમાં નોંધણી થયેલા ઉદ્યોગકારોને વિલંબિત ચુકવણાઓમાં અને સમાધાન પોર્ટલ સાથેના જોડાણ થતા ઉદ્યોગકારોને ઘણો ફાયદો મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.