Abtak Media Google News

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રમાં નાના અને મધ્યમ ઉધોગોની ઉત્પાદન ક્ષેત્રે ખુબ સારી આવડત અને ફાવટ છે. સૌરાષ્ટ્રની આ ઉદ્યોગ ક્ષેત્રે નિપુણતાને ધ્યાનમાં રાખીને યુગાન્ડા એમ્બેસી દ્વારા વિઝિટ પ્લાન કરવામાં આવેલ.

આફ્રિકાના અનેક દેશો ગુજરાતમાં કાર્યરત લઘુ ઉદ્યોગો જેવા જ ઉદ્યોગો સ્થાપવા આયોજન કરી રહ્યા છે. યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ પરાગભાઇ તેજૂરાનો આ બાબત સંપર્ક કરવામાં આવેલ છે. યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈને પણ પત્ર લખવામાં આવેલ છે.

યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા લખવામાં આવેલ તેમની જ‚રિયાતમાં ડેરી અને આઈક્રીમ પ્લાન્ટ અને મશીનરી, ટોયલેટ અને ટીસ્યુ પેપર બનાવવાની મશીનરી, મકાઈ ની મિલ માટે પ્લાન્ટ અને મશીનરી, અનાજ સંગ્રહ શક્તિ માટે, પશુ આહાર બનાવવા માટે પ્લાન્ટ અને મશીનરી, મચ્છીમારીના સાધનોની ખરીદી, ઇરીગેશન સિસ્ટમ, ઘઉં પ્રોસેસિંગ પ્લાન્ટ, મશીનરી અને મિલ, ટોમેટો કેચપ, ચિલ્લી સોસ અને તે પ્રકારની ફૂડ પ્રોડક્ટ બનાવવાની મશીનરી, નાની સાઈઝની સુગર મિલ તથા શેરડી પીલાણ ની મશીનરી, મોજા અને એ પ્રકારની પ્રોડક્ટ માટેની મશીનરી, બેકરી પ્રોડક્ટ્સની મશીનરી, એડિબલ ઓઇલ પેસ્ટ બનાવવાની મશીનરી, પીનટ બટર મશીનરી, મીની ઓઇલ મિલ, સુગર કેન મશીનરી, દવા બનાવવા માટેની વિવિધ મશીનરી અને પ્લાન્ટ સહીતના ઉદ્યોગો સ્થાપવા માટે તેઓ રસ ધરાવે છે. ટૂંકમાં કહીયે તો તમામ પ્રકારના લઘુ ઉદ્યોગો માટે ઉપયોગી મશીનરી અને પ્લાન્ટની ખરીદી માટે આ ડેલિગેશન આવી રહ્યું છે.

યુગાન્ડાના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કેઝાલ દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ (એસવીયુએમ) સાથે આ બાબતમાં ઘણા વખત થી કોમ્યુનિકેશનનો દોર ચાલુ છે.

ત્યારે લગભગ ૩૦ લોકોનું ડેલિગેશન આવશે જેમાં ત્યાંના મોટા બિઝનેસમેન તથા સરકારી અધિકારીઓની ટિમ સપ્ટેમ્બર માસની ૨૪ તારીખે રાજકોટ આવશે અને ૩ દિવસ રાજકોટ બી ટુ બી તથા ફેક્ટરી વિઝિટ રાખવામાં આવેલ છે. તારીખ ૨૭મી સપ્ટેમ્બરે આ ડેલિગેશન અમદાવાદ જશે અને ત્યાં બી ટુ બી મીટ અને ફેક્ટરી વિઝિટ કરીને ૩૦ તારીખે પરત રવાના થશે.

યુગાન્ડાના ડેલિગેશનની સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ નગદીયા, કેતનભાઈ વેકરીયા, નિશ્ચલ સંઘવી, દિનેશભાઇ વસાણી, મયુર ખોખર, લવ પીઠવા, ધનપત માલુ, ધર્મેન્દ્ર જોશી, સુભાષ ગઢવી, દિગંત સોમપુરા, આનંદ દાવડા, દીવેન પડિયા, કુશલ ખાનપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.