Abtak Media Google News
  • છેવાડાના માનવી સુધી ઘરે ઘરે વીજળી પહોંચાડવા સરકાર કટીબદ્ધ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા
  • ઉર્જા વિભાગની કામગીરીને બિરદાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિદ્યુતક્ષેત્રે થયેલ પ્રગતિ અને વિવિધ અભૂતપૂર્વ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા તથા વર્ષ 2047 સુધીની જુદીજુદી અપેક્ષાઓની ઝાંખી કરાવવા માટે  30 જુલાઈ સુધી દેશના 773 જિલ્લામાં ઉર્જા મંત્રાલય,અને ખગછઊ, રાજય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા કેન્દ્ર સરકારના સહયોગથી “ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય” પાવર 2047 “વીજળી મહોત્સવ” ઉજવાઈ રહ્યો છે.

Ujval Pariva 5

દરેક જિલ્લામાં બે સ્થળોએ આ ઉજવણી કરવામાં આવી રહી છે. 30 જૂલાઈના રોજ રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અને નેશનલ સોલાર રૂફ ટોપ પોર્ટલનું ડિજિટલ લોન્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થવા જઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં   આર.કે. યુનિવર્સિટી, ત્રંબા ખાતે વીજળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,  હાલના આધુનિક અને ટેકનોલોજી યુગમાં ભારતે ઉર્જા ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. કોઈપણ દેશના કે ગામડાના વિકાસની આધારશીલા વીજળી છે. ઓદ્યોગિકીકરણ અને દેશનો વિકાસ વીજળીથી જ સંભવ છે. ભારતે વિશ્વમાં સૌથી વધુ ઝડપે નવીનીકરણીય ઊર્જા સ્થાપિત કરી છે. જુદીજુદી યોજનાઓના માધ્યમ થકી  છેવાડાના માનવી સુધી ઘરે ઘરે ગુણવત્તાયુક્ત વીજળી પહોંચાડવા  સરકાર કટીબદ્ધ છે. ગ્રાહકો તેના હકો, અધિકારો અને ફરજો સમજે અને તે માટે નક્કર પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

Ujval Pariva 6

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે માંગ કરતા વધારે વિદ્યુત ઉત્પાદન કરી રહ્યુ છે. છેલ્લા 20 વર્ષની સરખામણી કરતા આજે વીજ ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો છે. વિકટ પરિસ્થિતિમાં પણ સતત 24ડ્ઢ7 કામગીરી કરતા ઉર્જા વિભાગની કામગીરીને બિરદાવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની ભાગીદારીની પાવર ફોર ઓલ માટેની વિવિધ યોજનાઓ જેવીકે ઉદય, આઈ.પી.ડી.એસ., ડી.ડી.યુ.જી.જે.વાય., આર.ડી.ડી.એસ., પીએમ-કુસુમ યોજના અમલમાં છે. નવીનીકરણીય ઉર્જાનો મહત્તમ લાભ લેવા આહવાન કર્યું હતું.

ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર અને પી.જી.વી.સી.એલના રૂરલ સર્કલ અધિક્ષક  પી.જે.મહેતા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પ્રસંગોરૂપ પ્રવચન દ્વારા ગુજરાત સરકારની વીજળી ક્ષેત્રે થયેલ સિદ્ધિઓ વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં  શાસક પક્ષના નેતા   વિનુભાઈ ઘવા, ભગવાનજીભાઈ તળાવિયા, શિવલાલભાઈ રામાણી, પી.જી.વી.સી.એલ. વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એસ. જી. દત્તાણી,  વી. જે. ચાવડા સહિત પદાધિકારી ઓ, અધિકારી ઓ તેમજ વિવિધ ગામના સરપંચ ઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Ujval Pariva 7Ujval Pariva 3

આધુનિક સમયમાં વીજળીએ લોકો માટે પાયાની જરૂરિયાત

સરકારની વિદ્યુતક્ષેત્રે થયેલ પ્રગતિ અને અભૂતપૂર્વ વિવિધ સિદ્ધિઓ વર્ણવતી વીડિયો ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ  રજૂ કરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ રૂરલ સર્કલના કર્મચારીઓએ  પરંપરાગત માધ્યમથી નુક્કડ નાટકો રજુ કરી લોકોને વીજળીના વિવિધ સ્વરૂપો જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જાના વિવિધ ઉપયોગો વિશે જાણકારી, વીજળી બચાવવા માટેનો સંદેશ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીની માહિતીથી લોકોને રસાળશૈલીમાં માહીતગાર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.