Abtak Media Google News

 

પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીની જાણ પતિને થતા આધેડને મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત

 

અબતક- ચિંતન ગઢિયા. ઊના

ઊનામાં રામનગર વિસ્તારમાં આડાસબંધમાં પતિ સાથે મળીને પ્રેમિકાએ જ પ્રેમીની ઢીમ ઢાળી દીધાની ઘટના પોલીસ મથકે નોંધાતા ગણતરીની કલાકોમાં જ પોલીસે દંપતીની ધરપકડ કરી ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઊનામાં રહેતા હુસેન ઓસમાણ કાળવેતરાને સોનલ નામની પરિણીતા સાથે બે વર્ષથી પ્રેમસબંધ હતો અને હુસેન અને સોનલ અવાર નવાર મળતા હતા. ત્યારે  રવિવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ હુસેન સોનલનાં ઘરે મળવા ગયો હતો. એ સમયે પરિણીતાના પતિ ભુપતને જાણ થતા બોલાચાલી થઈ હતી. અને આઘેડ વયનો હુસેન વધુ માથાકૂટ ન થાય એ માટે ત્યાંથી બાઈક લઈને જતો રહ્યો હતો.

પ્રેમિકાના ઘરેથી ભાંગેલા પ્રેમીને બાદમાં ભુપત અને પત્નિ સોનલે થોડે દુર સુધી પીછો કરી તેને આંતરી ઘાતક હથિયાર વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ કલાકો બાદ રાહતદારોઓને થતા 108ને જાણ કરાઈ હતી. જો કે, હુસેનનું મોત થયું હોય જેથી ઊના પોલીસને જાણ કરાતા પીએસઆઈ જે.વી. ચુડાસમા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. હુસેનનાં મૃતદેહને હોસ્પિટલે પીએમ માટે લઈ જવાયો હતો. હત્યા બાદ પ્રેમીકા અને પતિ ઘરે ચાલ્યા ગયા હતા. અને પુરાવાનો નાસ કરવા માટે લોહીના નિશાન પર ધૂળ નાખી દીધી હતી. અને મૃતદેહને રેલવેના ગરનાળા પાસે મુકી દીધો હતો.

ત્યાર બાદ મૃતક હુસેનની બાઈક ભુપત દોડાવીને મૃતદેહ પાસે મુકી નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ સોનલ જાણે કઈ બન્યુ જ ન હોય એમ ઘરે પહોંચી ગઈ હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કર્યા બાદ કડી મળી જતા સોનલને ઝડપી લીધા બાદ મોબાઈલ લોકેશનનાં આધારે સમઢીયાળાથી ભુપતને દબોચી લેવાયો હતો. મૃતક હુસેનભાઈને સંતાનમાં બે પુત્ર અને 4 પુત્રીઓ હોવાનું જાણવા મળે છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.