Abtak Media Google News

દેલવાડાના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ

ઉના તાલુકાના જાખરવાડા ગામની યુવતિને પ્રેમ ઝાળમાં ફસાવી છેલ્લા દોઢ વર્ષ સુધી દેલવાડાના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની બે સંતાનના પિતા સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જાખરાવાળાની યુવતિ પોતાના જ ગામના નરશી ઉર્ફે દિલીપ રાણા સોલંકીના વાહનમાં દરરોજ નવા બંદર અપડાઉન કરતી હોવાથી પરિચયમાં આવ્યા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા નરશી ઉર્ફે દિલીપે યુવતિને દેલવાડા ગામના શિવમ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.

બે સંતાનના નરશી ઉર્ફે દિલીપે યુવતિને પ્રેમ ઝાળમાં ફસાવી અવાર નવાર દુષ્કર્મ આચર્યા અંગેનો પોલીસે ગુનો નોંધી ઉના પીએસઆઇ એચ.વી. ચુડાસમા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.