Abtak Media Google News

પોલીસ મહાનિરિક્ષક, સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં મહત્વ ધરાવતા ઇન્ટોલેશન્સને રેડ ઝોન અને યલ્લો ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ 31 સ્થળોએ પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે.

જિલ્લામાં રેડઝોન અને યલ્લોઝોનમાં મુકવામાં આવેલ સ્થળોમાં સોમનાથ ટેમ્પલ પ્રભાસ-પાટણ, ભાલ્કા ટેમ્પલ, વેરાવળ, સ્પેશીયલ બ્યુરો ઓફીસ સુત્રાપાડા, કોસ્ટગાર્ડ સ્ટેશન વેરાવળ, સબ જેલ વેરાવળ, સબ જેલ તાલાળા, સબ જેલ ઉના, ડ્રસ્ટ્રીક્ટ કોર્ટ વેરાવળ, ડ્રસ્ટ્રીકટ કોર્ટ ઉના, કલેકટર ઓફીસ ગીર-સોમનાથ, પોલીસ અધિક્ષક ઓફીસ ગીર-સોમનાથ, પોર્ટ ઓફીસ વેરાવળ, છારા પોર્ટ કોડીનાર, 66 કેવી સબ સ્ટેશન વેરાવળ અને પ્રભાર-પાટણ, 220 કેવી સબ સ્ટેશન ઉના, 132 કેવી સબ સ્ટેશન તાલાળા

, 220 કેવી સબ સ્ટેશન ટીંબડી સુત્રાપાડા, રેલ્વે સ્ટેશન વેરાવળ, બસ સ્ટેન્ડ વેરાવળ, હીરન ડેમ-2 તાલાળા, સીવીલ હોસ્પિટલ વેરાવળ, લાઇટ હાઉસ વેરાવળ, લાઇટ હાઉસ નવાબંદર ઉના, માઇક્રો વેવ ટાવર વેરાવળ, ઉના અને કોડીનાર, ઇન્ડીયન રેયોન કંપની વેરાવળ, અંબુજ સિમેન્ટ કંપની કોડીનાર, સિધ્ધી સીમેન્ટ કંપની સુત્રાપાડા અને જી.એચ.સી.એલ. સુત્રાપાડાનો સમાવેશ થાય છે.આ હુકમ તાત્કાલીક અસરથી દીન-60 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ઇ.પી.કો. ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.