Abtak Media Google News

ર૦ વર્ષથી સર્વજ્ઞાતિની ક્ધયાઓના સમુહલગ્ન કરાવતા આ ટ્રસ્ટ દ્વારા ૧૦૧ વસ્તુઓ કરીયાવરરૂપે અપાશે: સમુહલગ્ન ૧ ડિસે. ૨૦૧૯ ના રોજ યોજાશે: સમગ્ર આયોજન પ્રક્રિયાને લઇ કાર્યકરો અબતકની મુલાકાતે

દિકરીના કન્યાદાનનો લ્હાવો લેવો કોને ન ગમે પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ર૦ વર્ષથી ૧૧ સર્વજ્ઞાતિ ની દિકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વષે ૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

નિ:સ્વાર્થ ભાવે વિવિધ માનવ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ર૦ વર્ષે અગીયાર ક્ધયાઓના સર્વજ્ઞાતિ  સમુહલગ્ન તા. ૧ ડીસેમ્બરને રવિવારના રોજ રાખવામાં આવેલ છે. આ સમુહ લગ્નમાં સામેલ દીકરી તથા દીકરા બન્ને પક્ષોને સંસ્થા તરફથી ભોજના પ૦ પાસ આપવામાં આવશે  તેમજ કર્યા વરમાં કન્યાઓને ૧૦૧ આઇટમ ભેટ આપવામાં આવશે. આ ફોર્મનું વિતરણ વહેલા તે પહેલાના ધરોણે સવારે ૧૦ થી ૧ર કલાકે તથા સાંજે પ થી ૮ કલાકે સંસ્થાના કાર્યાલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રગટ હનુમાનજી મંદીર, લક્ષ્મીવાડી શેરી નં. ૯-અ મીલપરા મેઇન રોડ  રાજકોટ ઉપર વહેલા તે પહેલાના ધોરણે ઇચ્છુક વ્યકિતએ મેળવી લેવા વિનંતી

તા. ૧ ડીસેમ્બર ૨૦૧૯ ના સમુહ લગ્નોત્સવમાં મીલપરા તથા લક્ષ્મીવાડી વિસ્તારના રહેવાસીઓને મહાપ્રસાદમાં પધારવાનું હાર્દિક જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ માનવ સેવા કાર્યમાં સંસ્થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કશ્યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ ભટ્ટ, નરેન્દ્રભાઇ ડોડીયા,  કિશનભાઇ સુચક, ગુલાબભાઇ સાબરીયા, પંકજભાઇ વ્યાસ, બકુલભાઇ સરવૈયા, જીવરાજભાઇ સોલંકી, ભરતભાઇ કવા, પરસોતમભાઇ વસાણી,  પંકજભાઇ ભટ્ટ, જયેશભાઇ અનડકટ, કેતનભાઇ સોલંકી, ચિંતન રાચ્છ તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહીતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ એસ. ભટ્ટ મો. નં. ૯૯૨૫૦ ૧૭૮૮૮ નો સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.