Abtak Media Google News

જમીન વિવાદનાં કારણે ચાલતા મનદુ:ખે ખુની ખેલ ખેલાયો : એક જ પરિવારની બે લોથ ઢળતા નાના એવા ગામમાં અરેરાટી

ચોટીલાના ગુંદા ગામે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતા જમીનના વિવાદમાં બંને સામ-સામા શસ્ત્ર હુમલો કરી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. શ્રીમંતના પ્રસંગનું આમંત્રણ આપવા જતા બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના કારણે બંને લોથ ઢળી જતા એક જ પરિવારના બે વ્યકિતનાં મોતથી નાના એવા ગામમાં અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાય છે. બંનેની અંતિમયાત્રા દ્વારા ફરી અનિચ્છનીય બનાવ ન બંને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

વધુ વિગત મુજબ ચોટીલા નજીક આવેલા ગુંદા ગામે રહેતા કુરજીભાઈ નરશીભાઈ પલાળીયા અને તેનો ભત્રીજો રમેશભાઈ સંગ્રામભાઈ પલાળીયા વચ્ચે લાંબા સમયથી વડીલો પાજર્ીત જમીનના વિવાદમાં આજે બન્ને વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને વચ્ચે થયેલી મારામારીમાં કુરજી નરશી પલાળીયા અને રમેશ સંગ્રામ પલાળીયાને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં બન્નેના મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જ્યારે મારામારીમાં ઘવાયેલા હરેશ સગ્રામ જ્યારે સામાપક્ષે જયંતિ કુરજી ઘવાતા બન્નેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ નાની મોલડી પોલીસ મથકના સ્ટાફને થતા પી.એસ.આઈ. સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પ્રાથમીક તપાસમાં બન્ને પરીવાર વચ્ચે ૧૫ દિવસ પહેલા જમીનનાં વિવાદમાં સમાધાન થયુ હતુ. બાદ આજે કુરજી પલાળીયા અને રમેશ પલાળીયા વચ્ચે ફરી જમીનનાં મુદ્દે બોલાચાલી થતા જેમાં રમેશ પલાળીયા અને તેના નાનો ભાઈ હરેશ તેમજ હરેશની પત્નિ ગીતાબેન દ્વારા કુહાડી, ધારીયા અને પાઈપ વડે કુવરજી પલાળીયા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે. જ્યારે મૃતક કવરજીભાઈ પલાળીયા પરીવારે હત્યાનો બદલો લેવા કુવરજીભાઈના પુત્ર કરશન, જયંતિ અને કરશનભાઈનાં નાના ભાઈ વરજી નરશી અને પુત્રો પુત્ર દેવાયત સહિત ચારેય શખ્સોએ રમેશ પલાળીયા પર હથીયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

મૃતક રમેશ પલાળીયા અપરિણીત હોવાનુ તેમજ કુવરજીભાઈના હત્યાના ગુનામાં સંડોવાયેલા ગીતાબેન હરેશભાઈ સગર્ભા હોવાનુ જાણવા મળેલ છે. તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.બંનેની અંતિમયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. એક જ પરીવારનાં બે વ્યકિતનાં મોતથી નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.