Abtak Media Google News

સાંસદ પૂનમબેનના પ્રયાસોથી સરકારે રૂ.૭૮૫૬ લાખ ફાળવ્યા

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬ રોડ પહોળા કરવા રૂ.૭૮૫૬ લાખની ફાળવણી કરવામાં આવી છે. સાંસદ પૂનમબેન આ માટે વડાપ્રધાન, ગ્રામીણ વિકાસ મંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મળીને જુદા જુદા ૧૬ રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮૫૬.૩૭ લાખના કામો મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના-૩ અંતર્ગત બીજા તબક્કાના કામો હેઠળ જુદા જુદા ચાર વિધાનસભા વિસ્તારમા આવતા કુલ મળીને ૧૬૧.૧૯ કિલોમીટરના રોડ માટે  સરકારે ૭૮૫૬.૩૭ લાખનો ખર્ચ મંજુર કરી જોબ નંબર ફાળવી આપ્યા છે. આ મંજુર થયેલા કામોમા જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં એમ.ડી.આર.થી પાટણ પરડવા અમરાપર રોડથી સખપુર, ધ્રાફા, લલોઇ, શેઠવડાળા,  ભોજાબેડી, વિરપુર રોડ, એસ.એચ.થી હરીપર પીપરટોડા થી જો. એસ.એચ. રોડ  તેમજ ખંભાળીયા વિધાનસભા વિસ્તારના વડાલીયા સિંહણથી મહાદેવીયા રોડ,બજાણા આંબરડીથી ચોખંડા રોડ, ઘુમલી મોખાણાથી રાજપરા ધોરી માર્ગને જોડતો રોડ, ઉપરાંત કાલાવડ વિધાનસભા હેઠળના છતર મોટીવાવડી નવાગામ રોડ,બેરાજા ડુંગરાણી દેવળીયા રોડ, એસ.એચ.થી શાંતિનગર બાલંભા થી મેરાણા રોડ,લતીપર પીઠડ જશાપર રોડ ,ખારવા હમાપર જાલીયા દેવાણી રોડ અને દ્વારકા વિધાનસભા વિસ્તારના રાજપરા પોશીત્રા રોડ,ગોરીંજા જુની ધ્રેવાડ મેરીપર રોડ,એસ.એચ.થી ભાટીયા હડમતીયા જોધપુર રોડ, એસ.એચ.થી સુરચપર મોવાણા રોડને પહોળા કરવાનો સમાવેશ થાય છે. સંસદસભ્ય પૂનમબેન માડમે બંને જિલ્લાઓના જુદા જુદા તાલુકાઓના મોટી સંખ્યાના ગામોના ગ્રામજનોને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ નવી સુવિધાઓના અભિનંદન પાઠવી પરિવહન સાનુકુળતાની શુભકામનાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.