Abtak Media Google News

લોઠડા-પિપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા જે.કે. વેલનેસ ફાઉન્ડેશન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ કરાશે

લોઠડા-પિપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશ તથા જે.કે. વેલનેસ ફાઉન્ડેશન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી કાલે સાંજે 5 થી 7 વૃક્ષારોપણ કાર્યક્રમ સિલ્વર કોમ્પ્લેક્સ લોઠડા ગામ કોટડા સાંગાણી હાઇવે ખાતે આયોજન કરેલ છે.

લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જે.કે. વેલનેસ ફાઉન્ડેશન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષ પણ ઘનિષ્ઠ વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વને 2 વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમ પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ વશિષ્ઠનાથજી બાપુ ભવનાથ આશ્રમ ભાયાસર તેમજ પૂ.અપૂર્વમુની સ્વામી અને અરૂણભગતના હસ્તે ઉદ્ઘાટન કરશે. તેમજ મુખ્ય મહેમાન વિનોદભાઇ ચાવડા, મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, ડો.ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, મેયર ડો.પ્રદિપ ડવ, રામભાઇ મોકરીયા, સાંસદ તેમજ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, ગુજરાત રાજ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કમલેશભાઇ મિરાણી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહેશે.

આ સિવાય અતિથિ વિશેષ તરીકે ધનસુખ ભંડેરી, ડી.કે.સખીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તેમજ અરૂણ મહેશબાબુ મ્યુ.કમિશનર અમિત અરોરા તેમજ રાજુ ભાર્ગવ અને ડીડીઓ દેવ ચૌધરી સહિતના અધિકારીઓ હાજરી આપશે.

આ કાર્યક્રમ વનપંડિત એવોર્ડ વિજેતા વિજયભાઇ કેશુભાઇ ખોયાણી, પીપલાણા મયુરસિંહ કે જાડેજા વૃક્ષ માટે નિ:શુલ્ક પાણી આપનાર દાતાનું સન્માન કરાશે.આ કાર્યક્રમ રામજીભાઇ હરસોડા, વરૂણભાઇ, વલ્લભભાઇ વડાલીયા વાડલીયા ફુડ્સ તેમજ નાથુભાઇ આણદાણી વિશાળ ફાઉન્ડ્રી, ભાવેશભાઇ ટીલાળા ગોલ્ડ કોઇન, મનુભાઇ ટીલવા વોટરફ્લો તેમજ રમેશભાઇ વેકરીયા રોટેક પંપ અને ઉમેશભાઇ કાપડીયાના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે.કે.વેલનેસ ફાઉન્ડેશન જયંતિલાલ સરધારા તેમજ સંજય વી.પડારીયા વાઇસ ચેરમેન અને હરેશ વી.પડારીયા તેમજ લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપપ્રમુખ સંજયભાઇ કાછડીયા અને ભાવેશભાઇ બાલધા મંત્રી અને વિઠ્ઠલભાઇ બુસાએ નિમંત્રણ પાઠવ્યું છે.આ કાર્યક્રમના અંતમાં સાંજે 7:00 કલાકે ભોજનનું આયોજન કરેલ છે.

છોડમાં જ રણછોડ છે :જે. કે. સરધારા

અત્યારના ટેકનોલોજી ની આધુનિક યુગમાં વાતાવરણને બેલેન્સ કરવા વૃક્ષારોપણને સઘન બનાવવું જરૂરી છે જેમાં દરેક વૃક્ષ દીઠ 50% ખર્ચ સદભાવના ટ્રસ્ટ ભોગવશે અને 50% દાતા પૈસા આપશે.

અત્યારના પ્રોજેક્ટમાં 1500 થી વધુ વૃક્ષો એક ગ્રુપ બનાવીને ગ્રુપિંગ તરીકે એસોસિએશનના માધ્યમથી વૃક્ષારોપણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા જનગનને સંદેશા અનુરૂપ જન્મ દિવસ નિમિત્તે કે કોઈપણ ની તિથિ નિમિત્તે તેઓ વૃક્ષારોપણ કરે તે માટે પણ અનુરોધ કરાય છે, અત્યારના કોન્ક્રીટ જંગલો જોવાનું ટાળીએ અને વૃક્ષારોપણ કરવાનું ચાલુ કરીએ જે અંગે ભૂતકાળમાં કોરોના સમયમાં જોવા જઈએ તો દરેક લોકોને તકલીફ પડતી હતી તે અંગે જે કે વેલનેસ ફાઉન્ડેશન દ્વારા 150 થી વધુ વેક્સિનેશન કેમ્પ ના કાર્યક્રમો કર્યા હતા તેમજ દોઢ લાખથી વધુ માસ્ક ના વિતરણ કર્યા હતા; આ સાથે માસ્ક વિતરણ, ચકલી માળા, કુંડા વિતરણ, છોડ વિતરણ વગેરે જેવા પંચામૃત કાર્યક્રમો કરી રહ્યા છીએ જે અંગેનું અભિયાન હજુ પણ ચાલુ છે.

‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર જીવંત નિહાળી શકશો

લોઠડા-પિપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા જે.કે. વેલનેસ ફાઉન્ડેશન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર નિહાળી શકશો

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.