- અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા સુધી હતી: આવતા સપ્તાહે સત્તાવાર જાહેરાતની સંભાવના
રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યાં છે. હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા સુધી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર તેમાં વધારો કરી શકે છે. હવે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે.રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી શકે છે. જો સરકાર આ નિર્ણય લાવશે એટલે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનો લાભ મળી શકે છે. આ સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ વધારવામાં આવી છે.
આરટીઇમાં 16 માર્ચ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે
ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે તારીખ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂકરવામાં આવી હતી. પરંતુ આરટીઈની વેબસાઈટ ઉપરયુઝરની સંખ્યા વધી જવાને કારણે અને પોર્ટલ ધીમું ચાલવાને લીધે શિક્ષણ વિભાગે વાલીઓના હિતમાં ફોર્મ ભરવાની મુદ્દતઆગામી તારીખ 16 માર્ચ સુધી વધારી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આરટીઈહેઠળ આશરે 10 હજારથી વધુ ફોર્મ અત્યારસુધીમાં ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. હજુ16મી સુધી મુદ્દતવધારવામાં આવતાજે વાલીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે અથવા ડોક્યુમેન્ટને લીધે ભરી શક્યા નથી તેઓને હજુસમય મળશે.વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તા.16 માર્ચના રાત્રીના 12.00 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જિલ્લાકક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
આરટીઇ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ સહાય આપનારું ગુજરાત બન્યું દેશનું સૌપ્રથમ રાજ્ય
વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં જુનાગઢ જિલ્લાની 441 શાળામાં 1451 વિદ્યાર્થીઓને, વડોદરા જિલ્લાની 158 શાળામાં 796 વિદ્યાર્થીઓને તથા વડોદરા શહેરની 331 શાળામાં 3726 વિદ્યાર્થીઓને આ કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ જ પ્રકારે વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષમાં જુનાગઢ જિલ્લાની 426 શાળામાં 694 વિદ્યાર્થીઓને, વડોદરા જિલ્લાની 164 શાળામાં 831 વિદ્યાર્થીઓને તથા વડોદરા શહેરની 336 શાળામાં 2735 વિદ્યાર્થીઓને આ કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે તેમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.મંત્રી ડિંડોરે કહ્યું કે વર્ષ 2015-16થી દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટ-2009 હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ, સ્કૂલબેગ માટે વિદ્યાર્થીદીઠ રૂ. 3000 સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ જ પ્રકારે, આવી દરેક શાળાને પણ વિદ્યાર્થીદીઠ ચૂકવાતી રકમમાં વર્ષ 2022-23થી વધારો કરીને હાલ રૂ. 13,675ની રકમ સીધી જ બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.