- આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ દિવસ
- એવા લોકો સાથે સરખામણી કે સ્પર્ધા કરવાને બદલે પ્રેમ બતાવવો: એની હોપક્ધિસે 2004માં વિશ્ર્વને વધુ સારૂ બનાવવા 3-ઈ લવની સ્થાપના કરી અને વ્હીલચેરનું વૈશ્ર્વિક પ્રતિક બનાવ્યું
- ઈન્ટરનેશનલ ડે ઓફ એકસેપ્ટન્સ એ એક મૂલ્યવાન,સામાજીક અને ઉદ્યોગસાહસિક જાગરૂકતાનો પ્રયોગ છે: આપણા હૃદયને સ્વીકૃતિની ઉત્કૃષ્ટ શકિતઓથી ભરવાના દિવસ છે
આ પૃથ્વી પરનાં વિવિધ દેશો માનવીઓ અને તેના વસવાટમાં પણ વિવિધતા જોવા મળે છે, ત્યારે આપણે દરેક પૃથ્વી વાસી સાથે સહકાર અને પ્રેમની ભાવના રાખવી જોઈએ આજે વૈશ્ર્વિક સ્તરે સ્વીક્ૃતિ દિવસ ઉજવાય રહ્યો છે. હાલની દુનિયામાં જીવનનો એક પડકારરૂપ ભાગ જયાં લોકો અલગ છે, તે સ્વીકાર સાથે જીવવાનું શીખવું અને બીજા લોકોમાં પણ તેની જાગૃતિ પ્રસરાવવી એવા લોકો સાથે સરખામણી કે સ્પર્ધા કરવાને બદલે પ્રેમ બતાવવો જોઈએ. આ દિવસનો ઈતિહાસ જોઈએ તો એની હોપક્ધિસે 2004માં વિશ્ર્વને વધુ સારૂ બનાવવા 3-ઈ લવની સ્થાપના કરી અને વ્હીલચેરનું વૈશ્ર્વિક ઉજવણી માટે એક જનજાગૃતિ માટે પ્રતિક બનાવ્યં હતુ.
આજનો દિવસ એ એકમૂલ્યવાન, સામાજીક અને ઉદ્યોગ સાહસિક જાગરૂકતાનો પ્રયોગ છે, આપણા હૃદયને સ્વીકૃતિની ઉત્કૃષ્ટ શકિતઓથી ભરવાનો દિવસ છે. જીવનમાં અમૂક બાબતનો સ્વીકાર કરવો જરૂરી છે, આ વિચાર વ્યકિતની વિકલાંગતાને સ્વીકારવાના કિસ્સામાં નિ:શંકપણ લાગુ પડે છે. વિશ્ર્વના વિકલાંગતા સાથે આવતા પડકારોને ટેકો આપવા અને સ્વીકારવા માટે સક્રિય જાગૃતિ લાવવાની જરૂર છે. વિકલાંગતાની સામાજીક સ્વીકૃતીને ઓળખવાના માર્ગ તરીકે આ દિવસની રચના કરવામાં આવી છે.
સ્વીકૃતિ એ પરિસ્થિતિ પ્રક્રિયા કે સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યા વિના તેની સંમતિ તરીકે વ્યાખ્યાતિ કરવામાં આવે છે. આપણે બધાએ આપણા જીવનમાં અમૂક સમયે એવા સ્થિતિનો અનુભવ કર્યો છે કે, જયાં આપણને જુથ કે સામાજીક મેળાવડામાંથી બહાર કાઢી નાંખવામાં આવ્યા હતા. તમારા બધા મિત્રો ફિલ્મ જોવા જાય અને તમને તમારી વિકલાંગતાને કારણે સાથે ન લઈ જાય ત્યારે તમને કેવી લાગણી થાય, તે આજના દિવસનો મૂખ્ય જનજાગૃતિનો હેતુ છે. આપણી સાથે કે પરિવારમાં કોઈપણ માનવી તેની ખામીને કારણે એકલા ન પડે તે જોવું અત્યંત જરૂરી છે.
2004માં 3-ઈ લવની સ્થાપના થઈ ને 2007માં તે એક સ્વીકૃતિનું પ્રતિક બની જાય છે. 2010થી વૈશ્ર્વિકસ્તરે સ્વીકૃતિ દિવસ ઉજવવાનું શરૂ થાય છે. સ્વીકૃતિ એ વાસ્તવિકતાની જેમ છે, તેમ સમજવું સામે વાળી વ્યકિત જેવી છે, તેવી નો સ્વીકાર કરીને પ્રેમ હુંફ અને લાગણી પ્રસરાવવી જરૂરી છે. ઘણા લોકો તેની અક્ષમતાને કારણે મર્યાદિત રહે છે. તમારા ખરાબ વ્યવહારથી પોતાની અક્ષમતા કે ખામીથી સામેવાળી વ્યકિત શરમ ન અનુભવે તે માટે દયાભાવ રાખવો જેથી બીજાને જીવવાની પ્રેરણા મળે.
આજનો દિવસ તમામ દિવ્યાંગોને સમાન તરીે સ્વીકારીને સહયોગ આપવા પર ભાર મૂકે છે. વિકલાંગ લોકો તેના પડકારોને સ્વીકારવામાં અને જીવન પ્રત્યેના સકારાત્મક પ્રેમ અને બદલાતી ધારણાઓ સાથે તે શું પ્રાપ્ત કરી શકે તે બતાવીને મદદ કરવાની પણ એક આનંદની ક્ષણ હોય છે. આપણને દિવસ દરમ્યાન જયારે પણ આવી વ્યકિત મળે ત્યારે તેને સહકાર અને સધિયારો આપીને થોડી મદદ કરવી એ આપણી નૈતિક ફરજ અને ભાઈચારાનો ધર્મ છે. સ્થાપકની વિવિધ ક્ષમતા દુનિયાએ નિહાળી છે, ત્યારે દરેક દિવ્યાંગમાં પણ ઘણી શકિતઓ પડેલી છે, જરૂર છે તેને માત્ર ઉજાગર કરીને સહયોગ આપવાની.
હોપક્ધિસે વિકલાંગ લોકો પ્રત્યેની વિશ્ર્વની ધારણાને બદલવાનું સપનું જોયું હતુ, તેના સપનાને સાકાર કરવાની જવાબદારી સૌ પૃથ્વીવાસીની છે. આ વર્ષની ઉજવણીથીમમાં પણ દિવ્યાંગ લોકોનો સમાન રીતે સ્વીકાર કરવાની વાત કરી છે. વૈશ્ર્વિક ઉજવણીનો હેતુ તમે જેવા છો તે રીતે પ્રેમ કરો અને સ્વીકારો, તમારી જાતને પ્રેમ કરો, તમારી વિકલાંગતાને નહી પૃથ્વી પર વસતા દરેક લોકોએ એનો પ્રેમપૂર્વક સહકારની ભાવનાથી સ્વીકાર કરવાની જરૂર છે. સમાજમાં સમાન અધિકારો અને સ્વીકૃતિ મેળવવી એ દરેક માનવીનો અધિકાર છે.
દરેક વિકલાંગતા પાછળ વ્યકિતમાં વિશિષ્ટ ક્ષમતા છુપાવેલી હોય છે, તે શોધીને તેમાં આગળવધો, અને અન્યોને પણ એ દિશા તરફ આગળ વધવામાં પ્રોત્સાહન આપો. તમારી આસપાસનાં મનુષ્યોની વિવિધતાને સ્વીકારો, જો તેઓને કોઈ અપંગતા હોય તો લોકોને શરમજનક બનાવવાનું બંધ કરો, તેના બદલે તેમને સન્માન આપો. સોશિયલ મીડિયામાં આજે તેનો વિશેષ પ્રચાર પ્રસાર કરીને દયાળુ બનો, કોઈને મદદ કરો, અને આવા લોકો સાથે ખાસ દિવસ શેર કરો.