Abtak Media Google News

વકીલોને પડતી આર્થિક હાલાકીને દૂર કરવા કરાઈ રજૂઆત

કોરોના મહામારીને ફેલાતો અટકાવવા સમગ્ર ભારતમાં આગમચેતીના પગલાં સ્વરૂપે લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોક ડાઉનને કારણે તમામ ઉદ્યોગ – ધંધા તેમજ વેપાર બંધ હતા પરંતુ  આર્થિક ખેંચતાણને ધ્યાને રાખી છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે ફરિવાર ઉદ્યોગ ધંધા શરૂ થયા છે જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોના જીવમાં જીવ આવ્યો છે. આ સમયગાળા દરમિયાન મંદિરો ખુલ્યા પરંતુ ન્યાયમંદિર  બંધ અવસ્થામાં રહેતા  એડવોકેટ્સ કે જેમનું ગુજરાન વકીલાતને કારણે ચાલતું હોય છે તેમનું નિર્વાહન કરવું મુશ્કેલ બન્યું હતું. હાલ વર્ચ્યુલ કોર્ટના માધ્યમથી સુનાવણીઓ શરૂ કરી દેવામાં છે પરંતુ હજુ મોટાભાગના વકીલો વર્ચ્યુલ કોર્ટથી અજાણ હોવાને કારણે તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.હાલની પરિસ્થિતિમાં એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં વકીલોએ વકીલાતનો ધંધો છોડી અન્ય વ્યવસાય અપનાવ્યા છે. જે બાબત ખૂબ જ ગંભીર છે. વકીલો કે જે સનદ મેળવીને વ્હાઇટ કોલર નોકરી કરતા હોય છે તે જ વકીલો હાલ રીક્ષા ચલાવીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવી પણ બાબતો સામે આવી છે. આ તમામ ઘટના પાછળ મુખ્ય પરિબળ એ જ છે કે આશરે ગત ૩ મહિનાથી તમામ ન્યાય મંદિરો બંધ અવસ્થામાં હતી જેના કારણે તમામ જુનિયર એડવોકેટ્સની તમામ પ્રકારની આવક બંધ થઈ હતી. હાલ વિડીયો કોંફરન્સના માધ્યમથી જામીન અરજી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આશરે ૫૦% વકીલો વિડીયો કોંફરન્સ કઈ રીતે કરવું તેનાથી જ અજાણ હોવાથી તેઓ કોઈ પણ કાયદાકીય કાર્ય હાથમાં લઈ શકતાં નથી જેથી જુનિયર એડવોકેટ્સ હાલ ખૂબ પીડાઈ રહ્યા છે.

આ પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે નોટિસ ફટકારી માર્ચ ૨૦૨૧ સુધી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલોને જાહેરખબરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટેની સૂચના જારી કરવા માંગ કરી છે. સુપ્રીમે કહ્યું છે કે જાહેર સૂચિની મંજૂરી આપો જેથી અન્ય પેરા-કાનૂની કાર્ય કરી વકીલો આર્થિક ઉપાર્જન કરી શકે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, એન. સુભાષ રેડ્ડી અને એ.એસ. બોપન્નાના ખંડપીઠે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે. નિત્ય લો સોસાયટીના જનરલ સેક્રેટરી, આઇટી ડિપાર્ટમેન્ટના સિનિયર સ્ટેન્ડિંગ કાઉન્સિલ એડવોકેટ ચરનજીત ચંદ્રપાલ દ્વારા મામલામાં પીઆઈએલ સ્વરૂપે રજુઆત કરાઇ હતી. જેમાં નાના અને મધ્યમવર્ગીય વકીલો કે જેઓ હાલ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અસમર્થ બન્યા છે તેમને છૂટછાટ આપવા રજુઆત કરાઈ છે.

આવી પરિસ્થિતિઓમાં હિમાયત સિવાયની વ્યક્તિઓ ટકી રહેવા કમાવવાનો એક વિકલ્પ પ્રભાવિત થાય તો તેઓ વિકલ્પોની શોધ કરી શકે છે અને પ્રયત્નો કરી શકે છે જે તેમના માર્ગમાં આવે છે.  જો કે, કોઈ એડવોકેટ તેની આવકને સ્થિર બનાવવા માટે તેના વ્યવસાયની બહાર કામ કરે તો હાલ એડવોકેટના વ્યવસાયના ગેર વર્તન તરીકે જોવામાં આવે છે. જેથી કોઈ પણ વકીલ વકીલાત સિવાયનું કોઈ પણ કાર્ય કરી શકતા નથી. પરિણામે આપઘાત, હતાશા અને ટકી શકવાની અસમર્થતાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેના પરિણામે  વકીલોની હાલત કફોળી બની છે.  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નિયમોમાં ફેરફાર કરે તેમજ એડવોકેટ કાયદા, ૧૯૬૧ ની કલમ ૪૯ હેઠળ ફેરફાર કરે તેવી વાત સુપ્રીમે કરી છે.

હાલના સંજોગોમાં વકીલો કામ નહીં હોવાને પરિવારમાં જો કોઈ માંદગીના બિછાને હોય તો તેની મેડિકલ ફી ચૂકવવા પણ અસમર્થ બન્યો છે ત્યારે માનસિક તણાવમાં આવી વકીલો કારણે આપઘાત કરવા સુધીના પગલાંઓ લઈ રહ્યા હોય તે પ્રકારની બાબતો પણ સામે આવી છે.

આ અરજીમાં વકીલોને થતી સમસ્યાઓ દૂર કરવા સૂચનો મૂકવામાં આવ્યા છે જેનો અમલ થાય તેવી માંગણી કરવામાં આવી છે. જેમાં બાર કાઉન્સિલના નિયમોમાં વકીલોને કાયદાકીય અનુયાયી, સલાહકાર બનવાની છૂટ આપવામાં જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. તે ઉપરાંત વકીલો જાહેરખબરનો લાભ લઈને ઇન્કમટેક્સ આસિસ્ટન્ટ, જીએસટી આસિસ્ટન્ટ, સ્વાયત સંસ્થાઓના રજીસ્ટ્રેશન કરવા સહિતના કામ કરી શકે કારણ કે હાલ સુધી કોઈ પણ વકીલ કોઈ પણ પ્રકારની જાહેરખબર આપી શકતો ન હતો ત્યારે હવે વકીલો જાહેરખબર આપીને આ પ્રકારના કામ મસલવી શકે તે માટે આ રજુઆત કરવામાં આવી છે. તેમજ વકીલો માર્ચ ૨૦૨૧ સુધી જ આ પ્રકારની પ્રવૃત્તિ કરી રોજી મેળવશે તે પ્રકારનું બાહેંધરી પત્રક રજૂ કરવા ભલામણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.