Abtak Media Google News

પશ્ચિમ રેલવેએ દૂધ રેક સહિત વધુ ત્રણ પાર્સલ ટ્રેનો દોડાવી ૨૩ માર્ચથી ૨૩ જૂન સુધીમાં ૩૫૬ પાર્સલ વિશેષ ટ્રેનો દોડાવી

૨૪ જૂને ઓખાથી ગૌહાટી પાર્સલ ટ્રેન, પાલનપૂરથી હિંદ ટર્મીનલ દૂધની રેક દોડાવાઈ

પશ્ચિમ રેલવેએ તા.૨૪ જૂનના રોજ દૂધની એક રેક સહિત ત્રણ પાર્સલ ટ્રેનો રવાના કરી હતી જેમાં એક પાર્સલ સ્પેશ્યલ ઓખાથી ગૌહાટી રવાના કરાઈ હતી. જયારે બીજી બાંદ્રા ટર્મીનસથી લુધીયાણા રવાના થઈ હતી. પાલનપૂરથી હિંદ ટર્મીનલ માટે એક દૂધની રેક રવાના કરવામાં આવી હતી તેમ પશ્ચિમ રેલવેએ એક યાદીમાં જણાવ્યું છે.

દેશ હાલ કોરોનાના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે પશ્ચિમમ રેલવેનાં અલગ-અલગ ડિવીઝનના કર્મચારીઓ પોતાની સંનિષ્ઠ સેવાઓ થકી પોતાનું કર્તવ્ય બજાવી રહ્યા છે. પશ્ચિમ રેલવે ગ્રાહકોની સેવામાં સદા તત્પર છે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ ગ્રાહકોને દૂધ, દુધ ઉત્પાદનો સહિત આવશ્યક ચીજ વસ્તુઓની એક ભાગમાંથી બીજા ભાગ સુધી પહોચાડવામાં આવે છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર પાકરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ૨૩માર્ચથી ૨૩ જૂન સુધીમાં ૩૫૬ પાર્સલ વિષ ટ્રેનો મારફત દેશના વિવિધ ભાગોમાં ૬૩ હજાર ટનથી વધુ આવશ્યક વસ્તુઓ પહોચાડવામાં આવી હતી જેમાં ખેત ઉત્પાદન, દવા, માછલી, દુધ, વગેરે મુખ્ય છે. આ પરિવહનથી રેલવેને અંદાજે ૨૦.૨૩ કરોડની આવક થઈ છે.

આ સમયગાળા દરમિયાન પશ્ર્ચિમ રેલવેએ ૪૭ થી વધુ દૂધ ટ્રેનો દોડાવી હતી. જેમાં ૩૫ હજાર ટનથી વધુ વજન વહન કરી વેગનોનો ૧૦૦ ટકા ઉપયોગ કરી ૬.૦૫ કરોડની આવક થઈ હતી. આજ રીતે કોવિડ ૧૯ની ૩૦૩ વિશેષ પાર્સલ ટ્રેનો થકી ૨૫ હજાર ટનથી વધુ આવશ્યક વસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું હતુ જેનાથી ૧૨૮૫ કરોડથી વધુની આવક થઈ હતી. આ ઉપરાંત ૨૮૩૮ ટનથી વધુ વજનની ૬ ઈન્ડેટેડ રેકનું ૧૦૦ ટકા સંચાલન કરવામાં આવ્યું હતુ જેમાં ૧.૩૪ કરોડથી વધુ આવક થઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે ૨૨ માર્ચથી ૨૩ જૂન સુધીનાં લોકડાઉનના સમયમાં ૧૪૮.૪ ટન આવશ્યક વસ્તુઓ હેરાફેરી માટે માલગાડીઓની ૭૧૯૭ રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૪૨૩૫ માલગાડીઓને અન્ય વિભાગની રેલવે સાથે જોડવામા આવી હતી જેમાં ૭૧૨૮ ટ્રેનો સોંપવામાં આવી હતી અને ૭૧૦૭ ટ્રેનોને અલગ અલગ ઈન્ટરચેન્જ પોઈન્ટ પર લઈ જવામાં આવી હતી.

પાર્સલવાન, રેલવે દૂધ ટેન્કરથી ૩૫૫ મીલેનીયલ પાર્સલ રેકને દેશના અલગ અલગ ભાગોમાં દોડાવી દૂધ પાવડર દૂદ તથા અન્ય સામાન્ય વપરાશની વસ્તુઓની માંગણી અનુસાર પરિવહન કરવામાં આવ્યું હતુ. તેમ પશ્ર્ચિમ રેલવેએ એક યાદીમાં જણાવ્યું હતુ.

લોકડાઉનના કારણે પ. રેલવેને ૧૪૪૩ કરોડનું નુકશાન

ભાકરે જણાવ્યું હતુ કે કોરોના વાયરસના કારણે પશ્ર્ચિમ રેલવેને ૧૪૪૩ કરોડ રૂપીયાથી વધુનુ નુકશાન થયું છે. જેમાં ઉપનગરનાં વિસ્તારમાં ૨૦૮.૨૩ કરોડ અને બિન ઉપનગરમાં ૧૨૩૪.૮૬ કરોડનું નુકશાન થયું હતુ. આ ઉપરાંત ટિકિટ રદ કરવામાં આવતા પશ્ચિમ રેલવેને ૩૬૧.૫૩ કરોડનું રિફંડ ચૂકવવું પડયું હતુ. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ રીફંડમાં એકલા મુંબઈ વિભાગે જ ૧૭૦.૪૭ કરોડથી વધુનું રીફંડ ચૂકવ્યું હતુ અત્યાર સુધીમાં ૫૫.૩૮ લાખયાત્રીઓએ પશ્ચિમ રેલવેમાં પોતાની ટિકિટ રદ કરાવી રીફંડ મેળવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.