ખેતી બેન્કની સાધારણ સભામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા

ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા ખેતી બેન્કની 70મી વાર્ષિક સામાન્ય સભા કાર્યક્રમ અમદાવાદ ખાતે દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, રાજ્ય સરકારના મંત્રી  જગદીશભાઈ પંચાલ, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ખેતીબેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, પ્રદેશ સહકાર સેલના ક્ધવીનર બીપીનભાઇ ગોતા, સહકારી આગેવાન અજયભાઇ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.