Abtak Media Google News

કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણામંત્રી એ વ્યાજખોરીનેપ નાથવા બેંકમાંથી લોન સરળતાથી મળે તે માટે પ્રયાસ થશે તેમ જુનાગઢ ખાતે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમને જુનાગઢ, પાટણ અને આણંદ જિલ્લાના લોકસભાની ચૂંટણીના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તેથી તેઓ વારંવાર ગુજરાત અને જુનાગઢની મુલાકાતે આવશે અને પ્રાથમિક સુવિધાને લઈને જે પ્રશ્નો છે તેના માટે તેઓ ઊંચ લેવલે કેન્દ્રમાં ઘટતું કરશે.

કેન્દ્રીય રાજયકક્ષાના નાણામંત્રી ભગવત કરડએ  જૂનાગઢ ખાતે પત્રકાર પરિષદ યોજાય

Image

કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણામંત્રી ભગવત કરડ એ ગઈકાલે જુનાગઢ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને ગુજરાતના જુનાગઢ, પાટણ અને આણંદ જિલ્લાના લોકસભાની ચૂંટણીના ઇન્ચાર્જ બનાવ્યા છે. ત્યારે તેઓ બે દિવસથી જ સોરઠની મુલાકાતે આવ્યા છે. અને વડાપ્રધાન દ્વારા જે વિવિધ સ્કીમો શરૂ કરવામાં આવી છે તેનો લોકો સુધી લાભ પહોંચે છે કે કેમ ? તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ માટે જિલ્લા કલેકટર અને મ્યુની કમિશનર સાથે ચર્ચા કરી હતી અને રીવ્યુ પણ મેળવ્યા હતા.

કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણામંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મેં ગિરનાર રોપવેની સફર કરીને માં અંબાજી મંદિરે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ સાથે વડાપ્રધાનનો જે ડ્રીમ પ્રોજેક્ટ રોપવે હતો તેનાથી ગિરનારનો આર્થિક વિકાસ થયો છે. તથા અહીંની જે પ્રાથમિક અને સ્થાનિક સુવિધાને લઈને જે પ્રશ્નો છે તેની રજૂઆતો મળી છે ત્યારે તેના માટે તેઓ ઉચ્ચ લેવલે કેન્દ્રમાં ઘટતું કરશે. ડો. ભગવત કરેડે  દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈને જણાવ્યું હતું કે, આપણા દેશનું અર્થ તંત્ર સુધરી રહ્યું છે. અને અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મોંઘવારી ઓછી છે. આ સાથે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, વ્યાજખોરીને ડામવા માટે સામાન્ય માણસને બેંકમાંથી સરળતાથી લોન મળે તેવા પ્રયાસો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.