Abtak Media Google News

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસીંગની કચેરીનું ખાતમુહુર્ત કર્યુ: મોજપ સ્થિત બી.એસ.એફ. મથકની મુલાકાત લીધી, સિગ્નેચર બ્રીજ સહિતના પ્રોજેકટની સમીક્ષા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ બે દિવસ માટે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે તેઓએ રાત્રી રોકાણ  જામનગર ખાતે કર્યુ હતું. દરમિયાન આજે સવારે દ્વારકામાં જગત મંદિર ખાતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. બે દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું ગઇકાલે જામનગર એરપોર્ટ પર આગમન થતા સાંસદ, ધારાસભ્યો અને મેયર સહિતના મહાનુભાવોએ તેઓને આવકાર્યા હતા. તેઓએ રાત્રિ રોકાણ જામનગર સરકીટ હાઉસ ખાતે  કર્યુ હતું. દરમિયાન આજે સવારે તેઓએ જગત મંદિર ખાતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. દેશની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓના હસ્તે નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગની કચેરીનું ખાતમુહુત કર્યુ હતું. દ્વારકાના મોજપ ખાતે તેઓએ બીએસએફના મથકની મુલાકાત લીધી હતી. સરહદી સુરક્ષા અંગે સેનાના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યા હતો. સિગ્નેચર બ્રિજની મુલાકાત લીધી હતી. દ્વારકા અને બેટ દ્વારકામાં ચાલતા વિવિધ પ્રોજેકટની તેઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે આજે સાંજે પ.30 કલાકે ગાંધીનગરની બોરોજ પ્રાથમિક શાળા ખાતે ‘રમશે બાળક ખીલશે બાળક’ અભિયાન અંતર્ગત જરુરીયાત મંદ બાળકો માટે એકત્રિત  થયેલા રમકડા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ ગાંધીનગરની સિવીલ હોસ્પિટલ સ્થિત ઓડિટોરિયમ ખાતે ગાંઘ્ીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

આજના દિવસના અંતિમ કાર્યક્રમોમાં અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા આયોજીત ગાંધીનગર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપશે. રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે.

આવતીકાલે રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અલગ અલગ છ કાર્યક્રમોમાં હાજરી આપશે કાલે બપોરે જી.એસ.આર. ટી.સી. ની 3ર0 નવી બસનું લોકાપર્ણ કરશે ત્યારબાદ ગાંધીનગર સ્થિત અમૂલ ડેરી દ્વારા નવનિર્મિત અત્યાધુનિક ઓગેનિક ટેસ્ટીંગ લેબોરેટરીનું લોકાર્પણ પણ કરશે. બપોરે અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ભવન ખાતે સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનના ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપશે. સાંજે 5.15 કલાકે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નારણપુરા વોર્ડમાં નવનિર્મિત જીન્મેશીયમ તેમજ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ઘાટલોડીયા વિસ્તારમાં બનાવવામાં આવેલા છારોડી તળાવનું લોકાર્પણ કરશે.

આવતીકાલે તેઓ અંતિમ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપી અનુકુળતાએ દિલ્હી જવા રવાના થશે. બે દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન અમિતભાઇ શાહ સંગઠનના હોદેદારો સાથે બેઠક યોજે તેવી સંભાવના પણ જણાય રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.