Abtak Media Google News

અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે છ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ફરી રાજયમાં વિજય વાવટો લહેરાવવા તનતોડ મહેનત શરુ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે પણ પોતાનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર કર્યુ છે. આવતીકાલથી ત્રણ દિવસ અમિત શાહ ગુજરાતમાં ધામા નાંખશે  દરમિયાન શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ જસદણ અને ગાંધીનગર ખાતે જંગી જાહેરસભાઓ સંબોધશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીના ટોચના નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે. ભાજપના ટોચના નેતાઓ દર સપ્તાહે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુજરાતની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ બે દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા. દરમિયાન આવતી કાલથી ત્રણ દિવસ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

તેઓ શનિવારે સવારે દ્વારકામાં જગત મંદિરમાં શીશ ઝુકાવશે ત્રણ દિવસની મુલાકાત  દરમિયાન તેઓ અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આગામી શનિવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ખાસ ઉ5સ્થિતિમાં સહકારથી સમૃઘ્ધી સંમેલન યોજવાનું છે જેમાં અમિત શાહ હાજરી આપશે. દ્વારકામાં પોલીસ કોસ્ટલ અકાદમીના તાલીમાર્થીઓ સાથે પણ તેઓ સંવાદ કરશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આઇપીએલની ફાઇનલ મેચ પણ તેઓ નિહાળશે આ ઉપરાંત ર9મી એ ગોધરા ખાતે પંચામૃત ડેરીના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.

દરમિયાન આગામી શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ માદરે વતન  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોટી પણ માદરે વતન ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શનિવારે સવારે જસદણના આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાપર્ણ કરી એક જાહેર સભા સંબોધશે અને સાંજે ગાંધીનગર ખાતે ‘સહકારથી સમૃઘ્ધી’ સંમેલનને સંબોધશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીની સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સરકાર પણ સજજ બની ગઇ છે. અને વિવિધ જન હિત લક્ષી જાહેરાતો કરવામાં આવી રહી છે.વિધાનસભાની ચુંટણી સુધી હવે વડાપ્રધાન સહિત વિવિધ વિભાગના કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ દર સપ્તાહે હવે ગુજરાતની મુલાકાત લેશે. ભાજપના કાર્યકરોએ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી માટે સંપૂર્ણ પણે તૈયાર કરી દેવામાં આવ્યા છે. હવે સત્તાધારી પક્ષ દ્વારા ચુંટણી લક્ષી માહોલ બનાવવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.