હાલની તણાવવાળી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે

union-home-minister-amit-shah-to-visit-jammu-and-kashmir-in-present-tense-situation
union-home-minister-amit-shah-to-visit-jammu-and-kashmir-in-present-tense-situation

હાલની તણાવવાળી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુકાશ્મીરની મુલાકાત લેવાના છે. સૂત્રોના હવાલે મળેલી જાણકારી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદીય સત્ર બાદ ત્રણ દિવસ માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવાના છે. 

અમિત શાહ વિધાનસભા ચૂંટણીની  તૈયારીઓને લઈને કાશ્મીરમાં પાર્ટીના એક કાર્યક્રમમાં સામેલ થશે. અમિત શાહ કાશ્મીર ઘાટીના અલગ અલગ જિલ્લાઓના કાર્યકર્તાઓની બેઠક કરશે. સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓને વધુમાં વધુ સભ્યો બનાવવા માટે પ્રેરિત પણ કરશે. સંસદ સત્ર 7 ઓગસ્ટ સુધી આગળ વધારાયું છે. સંસદીય મામલાઓની કેબિનેટ સમિતિએ 7 ઓગસ્ટ સુધી સંસદ સત્ર વધારવાનું નક્કી કર્યું છે.