કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજયપાલ-મુખ્યમંત્રી સાથે બેઠક

Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.

રાજયમાં વધતા જતા કોરોનાના કેસ મામલે ચર્ચાઓ: મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક

 

અબતક,રાજકોટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગઈકાલથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાત પર છે.ગઈકાલે તેઓએ પરિવારજનો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.

દરમિયાન આજે સવારે 10.30 કલાકે તેઓએ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સમીક્ષા કરવા માટે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સીએમ બંગલે બેઠક યોજી હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે ઉતરાયણનાં પાવન પર્વ નિમિતે તેઓએ અમદાવાદમાં જગન્નાથજી મંદિરે આરતી કરી હતી. અને ગૌમાતાનું પૂજન કર્યું હતુ. રાજયમાં કોરોનાના કેસમાં સતત વધી રહ્યા હોય આજે કેન્દ્રીય ગૃહમંત્રી નિવાસસ્થાને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરી હતી જેમાં તેઓએ કોરોનાના વધતા જતા સંક્રમણને કાબુમાં લેવા માટે રાજય સરકારને જરૂરી સૂચનાઓ આપી હતી.