Abtak Media Google News

હવે લાયસન્સ રદ થનાર સંસ્થાઓ હવે વિદેશી દાન નહીં મેળવી શકે ભારતમાં કુલ 1 હજાર 811 સંસ્થાઓના લાયસન્સ રદ કરાયા છે 

હાલ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. જેમાં ગુજરાતમાં વિદેશથી ફંડ મેળવતી 45 સંસ્થાઓના લાયસન્સ ગૃહ મંત્રાલયે રદ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે લાયસન્સ રદ થનાર સંસ્થાઓ હવે વિદેશી દાન નહીં મેળવી શકે. જોકે મહત્વનું છે કે, ભારતમાં કુલ 1 હજાર 811 સંસ્થાઓના લાયસન્સ રદ કરાયા છે.

વિદેશથી દાન મેળવતી આતંકવાદી ગતિવિધી પાછળ નાણાં ખર્ચતી સંસ્થાઓ સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાલ આંખ કરી છે. જે કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધી ગુજરાતમાં વિદેશથી દાન મેળવતી 45 સંસ્થાના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે.

છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની 45 સંસ્થાના લાયસન્સ રદ કરાયા હોવાનો જવાબ ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 117 યુએન એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને કડક ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ, 2010ના દાયરામાંથી બહાર કાઢ્યા છે. મતલબ કે હવે આ એજન્સીઓ અને સંસ્થાઓ કોઈપણ પ્રતિબંધ વિના ભારતીય સંસ્થાઓને દાન આપી શકશે. વિદેશમાંથી દાન મેળવતી ભારતીય સંસ્થાઓએ FCRA હેઠળ ફરજિયાતપણે નોંધણી કરાવવી જરૂરી છે.

ઉપરાંત, વિદેશમાંથી નાણાં મેળવવા માટે, તેઓએ નવી દિલ્હીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નિયુક્ત શાખામાં પણ ખાતું ખોલાવવું પડશે. ગૃહ મંત્રાલયના દસ્તાવેજ અનુસાર, યુએન સંસ્થાઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે જેને એફસીઆરએના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવી છે તેમાં સંયુક્ત સિસ્ટમ સચિવાલય, આંતરિક નિરીક્ષણ સેવાનું કાર્યાલય, રાજકીય બાબતોનો વિભાગ, પીસકીપિંગ ઓપરેશન્સ વિભાગ, જનરલ એસેમ્બલી અફેર્સ અને કોન્ફરન્સ સેવાઓ. વિભાગ આ ઉપરાંત, જીનીવા, વિયેના અને નૈરોબીમાં યુએનની કચેરીઓ, શરણાર્થીઓ માટે યુએન હાઈ કમિશનરની ઓફિસ, યુનિસેફ, એચઆઈવી/એઈડ્સ પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ વગેરેને પણ છૂટ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ સંસ્થાઓ હવે વિદેશી દાન નહીં મેળવી શકે

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 45 સંસ્થાના લાયસન્સ રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે લાયસન્સ રદ થનાર સંસ્થાઓ વિદેશી દાનનહીં મેળવી શકે. તો વળી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જવાબ મુજબ અત્યાર સુધી ભારતમાં કુલ 1 હજાર 811 સંસ્થાઓના લાયસન્સ રદ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.