Abtak Media Google News

કેન્દ્ર સરકારના 13 મંત્રીઓ ચાર દિવસ સુધી રાજયની 24 વિધાનસભા બેઠકનાં પ્રવાસે: ચુંટણીનો ધમધમાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગઈકાલથી કેન્દ્ર સરકારના 13 મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. મંત્રીઓ દ્વારા જે-તે લોકસભા બેઠકના સાંસદને સાથે રાખીને 24 વિધાનસભા બેઠકનો પ્રવાસ કરવામાં આવશે અને સંગઠનના હોદેદારો તથા કાર્યકરો સાથે ચુંટણીલક્ષી બેઠક યોજાશે.

સૌરાષ્ટ્રમા વિવિધ કાર્યક્રમોમાં ઉ5સ્થિત રહેવા માટે ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ રાજકોટ ખાતે પધારેલ ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ભરતભાઇ બોધરા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.