Abtak Media Google News

પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ ગૂરૂવારે વર્ચ્યુઅલી યોજાશે: દેશના 28 શહેરો 100 એન્ટ્રીમાંથી ચાર ફાઈનલિસ્ટોની અનેક માપદંડોને આધારે પસંદગી

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ભગિની સંસ્થા ધ સ્ક્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ અને અને જુબિલન્ટ ભારતિયા ગ્રુપની બિન નફો કરતી સંસ્થા જુબિલન્ટ ભારતિયા ફાઉન્ડેશન દ્વારા એવી ઘોષણા કરવામાં આવી છે કે 12મા સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (એસઈઓવાય) એવોર્ડ ઈન્ડિયા 2021 ખાતે મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને રસાયણ તથા ખાતર માટેના સન્માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે આ પ્રતિષ્ઠિત એવોર્ડસ ગુરુવાર , 7 મી ઓક્ટોબર , 2021 ના રોજ વર્ચ્યુઅલ એવોર્ડ સમારંભમાં દુનિયાભરમાંથી અલગ અલગ ક્ષેત્રના માનવંતા મોવડીઓ અને મહેમાનોની હાજરીમાં સન્માનનીય મંત્રી દ્વારા એનાયત કરવામાં આવશે.

નામાંકિત જ્યુરીની પેનલમાં ઉદ્યોગના દિગ્ગજો અને અલગ અલગ ક્ષેત્ર અને પાર્શ્વભૂની નામાંકિત હસ્તીઓ એવોર્ડના આખરી વિજેતાની પસંદગી કરશે . એસઈઓવાય એવોર્ડ- ઈન્ડિયાના વિજેતા ધ સ્ક્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ સાથે સંલગ્નિત ઉચ્ચ પ્રભાવશાળી સામાજિક ઉદ્યોગોના દુનિયાના વિશાળ નેટવર્ક સાથે જોડાશે.

ભારતનાં 28 શહેરમાંથી 100 એન્ટ્રીઓમાંથી આ ચાર ફાઈનલિસ્ટોની પસંદગી કરવામાં આવી છે . તેમને કોવિડ -19 પ્રતિસાદ અને પ્રયાસો , પાર્શ્વભૂનું સંશોધન, અંગત અને ઓન- ગ્રાઉન્ડ ટીમ ઈન્ટરએકશન્સ , પ્રભાવનું આકલન , નિષ્ણાતની સમીક્ષા અને સંદર્ભની તપાસો સહિત અનેક પરિમાણોને આધારે મૂલ્યાંકનના કઠોર માપદંડ થકી પસંદ કરવામાં આવ્યા છે.

એસઈઓવાય એવોર્ડ- ઈન્ડિયાએ ભારતમાં સોશિયલ એન્ટરપ્રેન્યોર્સ માટે સૌથી નામાંકિત એવોર્ડસમાંથી એક તરીકે પોતાને સ્થાપિત કરી છે . આ વર્ષે એવોર્ડ તેના 12 મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે . 2010 માં ધ સ્ક્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રેન્ય ોરશિપ અને જુબિલન્ટ ભારતિયા ફાઉન્ડેશન સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (એસઈઓવાય) એવોર્ડ- ઈન્ડિયા થકી ભારતમાં સોશિયલ ઈનોવેશનને પ્રમોટ કરવા એકત્ર આવ્યા હતા અને તે સમયથી ભારતમાં સોશિયલ ઈનોવેશનના વૃદ્ધિ પામતા ક્ષેત્રને સન્માનિત કરે છે અને ટેકો આપે છે .

સ્કવેબ ફાઉન્ડેશનની સ્થાપના વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સ્થાપક અને એકિઝકયુટિવ ચેરમેન પ્રોફેસર કલોસ સ્કવેબ અને તેમના પત્ની હિલ્ડ દ્વારા  કરવામાં આવી હતી,. વીસ વર્ષથક્ષ સ્કવેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્ર ેન્યોરશિપને વધુ ન્યાયી, એકસમાન અને સક્ષમ  દુનિયા નિર્માણ કરવાના તેમના પ્રયાસમાં દુનિયાના અગ્રણી સોશિયલ  વેપાર સાહસિકોનો ટેકો છે. સ્કવેબ ફાઉન્ડેશન  સક્ષમ સોશિયલ ઈનોવેશનના અત્યાધુનિક  અવ્વલ મોડેલોની પ્રગતિ અને તે વૈશ્ર્વિક  અને પ્રાદેશિક સ્તરે હાઈલાઈટ કરવા માટે અસમાંતર મંચો આપે છે.

જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન

2007માં સ્થાપિત જુબિલન્ટ ભારતીયા ગ્રુપની આ બિન નફો કરતી  સંસ્થા છે. તે ગ્રુપ માટે  કોર્પોરેટ સોશિયલ  રિસ્પોન્સિબિલિટી ઈનિશિયેટિવ્ઝ સીએસઆરની સંકલ્પના અને અમલ પર કેન્દ્રીત છે.

એસઈઓવાય એવોર્ડ ઈન્ડિયા  2021ના ચાર ફાઈનલિસ્ટોઅરમાનનાં ડો . અપર્ણા હેગડે: અરમાન પ્રથમ પાંચ વર્ષમાં માતા અને બાળકના આરોગ્યમાં સુધારણા લાવવા માટે કિફાયતી , ઉચ્ચ સ્તરના , નોન- લાઈનિયર , સિસ્ટમિક સમાધાન નિર્માણ કરવા ટેકનોલોજીનો લાભ લે છે . તેના કાર્યક્રમો ગર્ભવતી સ્ત્રીઓ અને માતાઓને આરોગ્ય પ્રત્યે વર્તન સુધારવા માટે મહત્ત્વપૂર્ણ પ્રતિબંધાત્મક માહિતી આપે છે.

ફિયા ગ્લોબલનાં સીમા પ્રેમ : ફિયાએ દક્ષિણ એશિયામાં ખાસ કરીને મહિલાઓમાં ઓછી આવકના નાગરિકોને નાણાકીય સેવાઓ કઈ રીતે વિતરણ કરવી તેમાં નવો દાખલો બેસાડ્યો છે . ફિયાનું એઆઈ પાવર્ડ ફિનટેક મંચ ફિન્વેસ્ટા ગ્રામીણ ગ્રાહકોને સેશે ફાઈનાન્શિયલ પ્રોડક્ટો અંગ્રેગેટ , ડિઝાઈન અને ડિલિવરી કરે છે. કરો સંભવના પ્રાણશુ સિંઘલ: કરો સંભવનું લક્ષ્ય રિસાઈકલિંહને જીવનની રીત બનાવવાનું છે .

તે સર્ક્યુલર ઈકોનોમી અને એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (ઈપીઆર) કાર્યરેખા પર ઉદ્યોગો , વ્યૂહાત્મક જોડાણો અને સરકારો સાથે જોડાણ કરે છે . તે ઈ – વેસ્ટ , પ્લાસ્ટિક પેકેજિંગ વેસ્ટ , બેટરી વેસ્ટ અને ગ્લાસને આવરી લે છે.

ઉજાલા સિગ્નસ હેલ્થકેર સર્વિસીસના ડો. શુચિન બજાજ ઉજાલા સિગ્નસ એફોર્ડેબિલિટી અને સુવિધા પર ભાર થકી સન્માન સાથે ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડીને મૂલ્ય આધારિત સમાવેશક આરોગ્ય સંભાળ બ્રાન્ડ નિર્માણ કરવા ટિયર 2 અને 3 શહેરો માટે ક્ષમતા નિર્માણ કરવા કામકરે છે . તે આરોગ્યના મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે ગ્રામીણ સમુદાયોને એકત્ર પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.