ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નિવેદન આપનાર કેન્દ્રીય મંત્રી રાણેની ધરપકડ

અબતક, રાજકોટ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો મોંઘું પડી રહ્યું છે. પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રનાં 17 શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યા છે. નાશિકમાં ઇઉંઙ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો, જ્યારે મુંબઈમાં રાણેના ઘરની બહાર દેખાવો કરી રહેલા શિવસૈનિકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. રાણેની વિરુદ્ધ ત્રણ ઋઈંછ નોંધાઈ હોવા છતાં શિવસેનાના ગઢ કોંકણમાં તેમની જન આશીર્વાદ યાત્રા ચાલુ જ છે.

રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ દરમિયાન પોલીસ-પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી હશે. ધરપકડ પછી એની માહિતી રાજ્યસભા અધ્યક્ષ અને ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આપવામાં આવશે. પોલીસ આ માહિતી તેમને હિન્દી કે અંગ્રેજીમાં આપશે. રાણેના નિવેદન પછી શિવસૈનિક આક્રમક દેખાઈ રહ્યા છે. નાશિકમાં લગભગ અડધો ડઝન શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો પણ કર્યો છે.

નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યાને આટલાં વર્ષો થઈ ગયાં. અરે, હીરક મહોત્સવ શું? હું હોત તો કાનની નીચે મારત. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ વિશે તમને ખ્યાલ ન હોવો જોઈએ? કેટલો ગુસ્સો અપાવે એવી વાત છે આ. સરકાર કોણ ચલાવી રહ્યું છે એ સમજાતું જ નથી. રાણે જ્યારે આ પ્રકારની ભાષા વાપરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવીણ દરેકર પણ ત્યાં હાજર હતા.

પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ ઋઈંછની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે.

કોરોનાની વાત કરતાં નારાયણ રાણેએ આગળ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એના નિયંત્રણ માટે કોઈ યોજના નથી, ઉપાય નથી, વેક્સિન નહિ, ડોક્ટર નહિ, સ્વાસ્થ્ય કર્મચારી નહિ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ ભયાનક છે. તેમને બોલવાનો અધિકાર પણ શું? તેમણે બંગલામાં એક સેક્રેટરી રાખવો જોઈએ અને સલાહ લઈને બોલવું જોઈએ.