કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દ્વારકાધીશ મંદિરે કર્યુ ધ્વજા રોહણ

smuti irani | government
smuti irani | government

કેન્દ્રીય કપડા મંત્રી અને નાના પડદાના ભૂતપૂર્વ લોકપ્રિય અદાકારા શ્રીમતી સ્મૃતિ ઈરાની ગુ‚વારે સાંજે સપરિવાર દ્વારકા યાત્રાધામ પધાર્યા હતા. સાંજે શ્રીજીના ઉત્થાપન બાદ તેઓ તેમના પતિ ઝુબીન સાથે ભગવાન દ્વારકાધીશના જગતમંદિરે આશીર્વાદ લેવા પધાર્યા હતા. જયાં તેઓ દ્વારા દ્વારકાધીશ જગતમંદિરે શ્રીજીના દર્શન કરી પાદૂકા પૂજન કર્યું હતુ બાદમાં તેઓએ શારદામઠ ખાતે ધ્વજાજીનું પૂજન જગતમંદિરના નૂતન શિખર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતુ દ્વારકાધીશ ભગવાનમાં અખૂટ શ્રધ્ધા ધરાવનાર શ્રીમતી ઈરાનીએ ‚પીયા સવા લાખ ભરી જગતમંદિરના શિખર પર આજીવન ધ્વજાજી મેળવેલી હોય તેઓ છેલ્લાં દસેક વર્ષથી જગતમંદિરે ધ્વજારોહણ કરવા પધારે છે. અને શ્રીજીના આશીર્વાદ મેળવી ધ્વજારોહણ પણ કરે છે. જગતમંદિરની મુલાકાત દરમ્યાન તેમણે શારદામઠ ખાતે જઈ મંદિરની વીઝીટબુકમાં પણ નોંધ કરી હતી. સમગ્ર દર્શન વિધિ દરમ્યાન તીર્થગોર કપીલભાઈ વાયડા સાથે રહ્યા હતા.