Abtak Media Google News

શાળા બાળકનું શ્રઘ્ધા સ્થાન છે, તે જેટલું મજબુત હશે તેટલી બાળકની કારકિર્દીનું ઘડતર મજબુત થશે: ચેરમેન

કોવિદ-૧૯ મહામારીની અસર પ્રત્યેક જીવન પર થઇ છે. લોકોનાં જીવનધોરણ અને જીવવાની પઘ્ધતિમાં બદલાવ થયો છે. તેમાં સૌથી વધુ અસર બાળકોનાં અભ્યાસ ક્ષેત્રે થઇ છે. બાળકોના સ્વાસ્થ્યના ભોગે કારકિર્દી ઘડતર કરવું એ આપણે સૌને પાલવે તેમ નથી. તેથી જ શાળાઓ શરુ કરવા માટે આપણે કોઇપણ નિર્ણયો લઇ શકતા નથી. દરેક સમજદાર વાલી પોતાના બાળકોના અભ્યાસને અને તેની વર્તૂણકને લઇને ચિંતિત છે. બાળકો પણ લાંબાગાળાના આ બદલથી કંટાળ્યા છે. તેથી તેની સીધી અસર તેના અભ્યાસની સાથે સાથે તેના મન પર પડે છે તેથી તેની વર્તુણક બદલાય રહી છે. ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલતી પ્રત્યક્ષ શૈક્ષણિક પ્રણાલીનો ઓનલાઇન શિક્ષણ વિકલ્પ ના જ હોઇ શકે તેમ છતાં શાળા અને વાલીના સુયોગ્ય સંકલનથી ઓનલાઇન શિક્ષણ હાલની પરિસ્થિતિમાં અસરકારક વિકલ્પ બની શકે છે, તેવું ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટે યથાર્થ કર્યુ છે. સમજદાર વિશાળ વાલીવર્ગ અને નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા બાળ વિકાસના કાર્યને સફળતાના શિખર સુધી પહોચાડવાના ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટના આયોજન બઘ્ધ પ્રયત્નો અને કોઇપણ પરિસ્થિતિમાં વિઘાથીલક્ષી નિર્ણય લેવાએ તેની આગવી ઓળખ છે. તેથી વર્ષની શરુઆતમાં જ દરેક વાલીને કોઇ વધારાનો આર્થિક બોજ સહન ન કરવો પડે તેવું શ્રેષ્ઠ ઓનલાઇન શિક્ષણનું આયોજન કર્યુ જેનાથી આજે શાળાના મોટા ભાગના વિઘાર્થીઓ અને વાલીશ્રીઓ સંતુષ્ઠ છે. પ્રથમ સત્રમાં દરેક વિઘાર્થીઓને માટે શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય, ગૃહકાર્યની સાથે સાથે અભ્યાસલક્ષી મૂલ્યાંકન માટે નિયમીત પરીક્ષાઓનું આયોજન કરી બાળકોને અભ્યાસ સાથે જોડી રાખ્યા, તેમજ બાળકોને અભ્યાસનો કંટાળો ન આવે તે માટે સમયાંતરે પ્રવૃતિ લક્ષી શિક્ષણ ટાઇટલ અંતર્ગત વિવિધતાસભર પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

દરેક વાલીને બાળકો સાથે કેવી રીતે કામ લેવું તે માટે સેમીનારની સાથે સાથે શાળાના શિક્ષકો દ્વારા ટેલીફોનીક ચર્ચા પણ કરવામાં આવે છે. બાળકોના અભયાસને લઇને મુંઝવતા પ્રશ્ર્નો માટે ઓનલાઇન ડાઉન સેશન પર નિયમિત મેન્ટર ટીમ દ્વારા જવાબ આપવાની અલાયદી વ્યવસ્થા કરેલી છે.

શાળાના ચેરમેન રણજીતસરના કહેવા પ્રમાણે શાળા બાળકનું શ્રઘ્ધા સ્થાન છે. તે જેટલું મજબુત હશે તેટલી બાળકની કારકિર્દીનું ઘડતર મજબુત થશે. સમજદાર વાલી પાસે શાળા સાથેના સુયોગ્ય સંકલન સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. શાળા સંચાલક અને વાલી સાથે બેસે એટલે બાળ વિકાસનો માર્ગ નીકળે જ તેના પરીણામે શાળાના વાલીઓના સંતાનો હાલમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

બીજુ સત્ર શરુ થતાં જ સ્કુલો શરુ ન થતાં દરેક વાલીનો મુઝવણનો પ્રશ્ર્ન એટલે બાળકો હવે કંટાળ્યા છે. અમારા કહ્યા બહાર જઇ રહ્યા છે. અભ્યાસમાં નબળા પડી રહ્યા છે. વર્તુણક બદલાઇ ગઇ છે. વગેરે અનુસંધાને અમોને બાળ નિષ્ણાતો તેમજ મનોચિકિત્સકો સાથે ચર્ચા કરી વાલીના બાળકના અભ્યાસને તેમની વર્તુણક સંદભીત મુંજવતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે માત્ર સલાહ નહીં સોલ્યુશન ટાઇટલ અંતર્ગત બાળ વિકાસ કાઉન્ટર શરુ કરવાનું નકકી કર્યુ છે. જેમાં વાલી પોતાના સંતાને કોઇપણ પ્રશ્ર્નો માટેનું સચોટ નિરાકરણ મેળવી શકશે. જે અંગેની જરુરી વધુ માહીતી માટે  મો. નં. ૭૩૫૯૯ ૯૭૦૦૭ પર રજીસ્ટ્રેશન કરાવી શાળા પરથી સવારે ૧૧ થી ૧ માં મળી શકશે. જેનો લાભ અન્ય કોઇપણ અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ લઇ શકશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.