Abtak Media Google News

જામખંભાળીયાની ઐતિહાસિક ગોપાલજી વાલજી જેરાજાણી હાઇસ્કૂલના ર્જીણોઘ્ધાર માટે દસ્તાવેજીકરણનું પાયારૂપ કાર્ય કરતી ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર

સંસ્કાર તથા રાષ્ટ્રવાદની ભાવનાસભર ઉચ્ચ સ્થાપત્યકલા શિક્ષણની વિભાવનાને મૂર્તિમત કરવા અવિરત પ્રયત્નશીલ વી.વી.પી. સંચાલીત સૌરાષ્ટ્રની સર્વ પ્રથમ આર્કિટેકચર કોલેજ તેમજ નાસા (નેશનલ એસો. ઓફ આર્કિટેચરલ સ્ટુડન્ટસ) દ્વારા ભારતની સર્વશ્રેષ્ઠ સ્થાપત્યશિક્ષણ પ્રણાલી ધરાવતી સંસ્થાનું બિરૂદ પ્રાપ્ત કરેલ ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચર વિઘાર્થીઓમાં સામાજીક ઉત્તરદાયિત્વના પરિપાલનની મનોવૃત્તિને પણ સતત પોષતી રહે છે અને તે હેતુથી કોર્પોરેશન, રૂડા કે અન્ય સાાજીક સંસ્થાઓને અવાર નવાર સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાના તકનીકી કૌશલ્યોનો લાભ નિ:શુલ્ક અને નિ:સ્વાર્થ ભાવે આપતી રહે છે. આજ પરંપરાને આગળ ધપાવતા ‘ઇપ્સા’એ સૌરાષ્ટ્રની સ્થાપત્યકલાના અમૂલ વારસા સમાન જામખંભાળીયા સ્થિત તથા વર્ષ ૧૯૩૦ ની ૨૯મી માર્ચના રોજ હીઝ હાઇનેશ મહારાજા જામ શ્રી રણજીતસિંહજી ઓફ ધ નવાનગર સ્ટેટના હસ્તે ખુલ્યુ મુકાયેલ ગોપાલજી વાલજી જેરાજણી હાઇસ્કુલ બિલ્ડીંગની જર્જરીત ઇમારતના ઇજીણોઘ્ધાર કાર્યમાં તકનીકી સહયોગ ની યોજના પૂર્ણ કરેલ છે.

જામખંભાળીયા ખાતે પુરાતન ઇમારત હિતરક્ષા સમીતી ની પણ રચના થયેલ છે. આવી અમુલ્ય ધરોહરના સંરક્ષણ હેતુ દેવભૂમિ દ્વારકાના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખર્ચ એસ્ટીમેટ, નકશા વિગેરે તૈયાર કરી આપવા ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરની મદદ માગવામાં આવેલ હતી. તે અનુસંધાને ઇપ્સા દ્વારા આર્કિટેકચરલ ક્ધઝરર્વેશન કાર્યોના નિષ્ણાંત અઘ્યાપક આર્કિ. રૂપેશ પટેલ (પ્રોજેકટ કો. ઓર્ડીનેટર)  આર્કિ હિતેષ ચાંગેલા (પ્રોજેકટ એડવાઇઝર)  ડોકયુમેન્ટેશન ટીમ તરીકે આર્કિ મૌલિક લોઢીયા, વિઘાર્થી નિખિલ પરખીયા તથા ધર્મરાજ ઝાલાને પ્રસ્તુત પ્રોજેકટ કાર્ય સોંપેલ હતું તેમજ ટેકનીકલ ક્ધસલ્ટન્ટ તરીકે સ્ટ્રકચરલ એન્જીનીયર કલ્પેશ જે. સતાસીયાની નિમણુંક કરેલ હતી.

ઇપ્સાની આ તજજ્ઞ ટીમદ્વારા કુલ ત્રણ તબકકામાં પ્રાથમીક સ્થળ તપાસ, ડોકયુમેન્ટેશન તેમજ કંડીશન એસેસમેન્ટ, જીવી જે હાઇસ્કુલના ર્જીણોઘ્ધારને લગતી પોલીસી, ફોટો ડોકયુમેન્ટેશન, મેજક ડ્રોઇગ્ઝ, અંદાજીત ખર્ચ તથા ફાઇનલ રીપોર્ટ નિર્માણના ઉડાણભર્યા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી ઐતિહાસિક, સામાજીક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી જીવીજ હાઇસ્કુલ ની ઇમારતના જીણોઘ્ધારના ભગીરથ કાર્ય માટે ઇમારતના નવીનીકરણનો માર્ગ સ્થાપત્ય કલાની સંસ્થાના સામાજીક પ્રદાન તરીકે તૈયાર કરી આપેલ હતો.

ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરના નિયામક આર્કિ. કિશોરભાઇ ત્રિવેદી તથા આચાર્ય આર્કિ. દેવાંગભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ આજના વિઘાર્થી સામાજીક જવાબદારીયુકત ભાવી નાગરીક અને તે પરીકલ્પનાને ચરીનાર્થ કરેલ હેતુ પ્રસ્તુત કાર્યમાં ઇપ્સાના તજજ્ઞ અઘ્યાપકોની સાથે વિઘાર્થીઓને પણ  સાંકળવામાં આવેલ હતા.

સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા તથા ટ્રસ્ટીઓ કોશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા તથા હર્ષલભાઇ મણીઆરે પ્રોજેકટમાં જોડાયેલ પ્રાદ્યાપકો અને વિઘાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.