Abtak Media Google News

હિંદુ શાસ્ત્ર મુજબ કોઈની પુણ્યતિથી નિમિતે ધાર્મિક કાર્યો કરતા હોય છે ત્યારે જૂનાગઢમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાની પુણ્ય તિથી પર પોતાના વાળ ડોનેટ કર્યા. મળતી માહિતી મુજબ આ ઘટના માળીયા હાટીના ભંડુરી ગામેની છે. જ્યાં પ્રીતિ હરસુખભાઈ ચાવડા રહે છે. યુવતી પ્રીતિ હરસુખ ભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પિતાની પાછળ પુત્ર મુંડન કરાવી શકે તો પુત્રી કેમ નહીં ? ત્યારે કોઈ પણ સ્ત્રી માટે તેનું ઘરેણું લાંબા વાળ હોય છે. વાળને કારણે જ કોઈ પણ સ્ત્રીની સુંદરતા વધારે નિખરે છે. પણ એ જ સુંદર વાળનું કોઈ દાન કરે ખરું?

Lp

આ પ્રશ્નનો જવાબ સ્વાભાવિક રીતે ના જ આવે. પણ માળીયા હાટીના ભંડુરી ગામે રહેતી પ્રીતિ ચાવડાએ પોતાના જ પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પોતાના વાળ કેન્સર ગ્રસ્ત મહિલાઓ માટે દાન કર્યા છે. પ્રીતિ ચાવડાએ પોતે મૂંડન કરાવી પોતાના વાળ ડોનેટ કરી પોતાએ વ્યક્ત કરેલી ઈચ્છા તેમણે પૂર્ણ કરી છે.

Screenshot 2 3

પ્રીતિ ચાવડાનું કહેવું છે કે મારા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મારે પપ્પાની યાદ માટે કેન્સર યુક્ત મહિલાઓને વાળ ડોનેટ કરવા છે તેવો વિચાર આવ્યો હતો. જેમાં સોશ્યલ મીડિયા બાલ બ્યુટી વર્લ્ડ મારફતે મદત ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ખાતે વાળ ડોનેટ કર્યા છે કેન્સરની સારવારમાં કિમોથેરાપીમાં હેવી દવાઓના ડોઝના કારણે દર્દીના વાળ ખરી જાય છે. જેનાથી હું ઇન્સપાયર થઈ અને મેં મારા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હેર ડોનેશનનો વિચાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.