જૂનાગઢમાં ‘વામન દુલ્હા’ અને ‘વિરાટ કન્યા’નાં અનોખા લગ્ન

પ્રજ્ઞા ચક્ષુ કન્યા સાડા પાંચ ફૂટની અને ત્રણ ફૂટના શિક્ષક દુલ્હા

જૂનાગઢમા સત્યમ સેવા યુવક મંડળ દ્રારા અત્યાર સુધીમાં ૧૮૦૦ જેટલી કન્યાઓને કરિયાવર સાથે લગ્ન કરાવી આપવામા આવ્યાં છે ત્યારે આ સંસ્થા દ્વારા  વધું ઍક અનોખા લગ્ન યોજાયા હતા જેમાં સાડા પાંચ ફૂટની પ્રજ્ઞાચક્ષુ  દીકરી અને ત્રણ ફૂટ શિક્ષક દુલ્હાના લગ્ન કરીને સુવાસ ફેલાવામા આવેલ છે.

પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કરેલ છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર  વૃદ્ધાશ્રમમાં  સત્યમ સેવા મંડળ તેમજ દાતાશ્રીઓ દ્રારા કરિયાવરમાં ૭૮ વસ્તુઓ આપી લગ્ન સંપન્ન કરાવેલ છે.

આપણે ત્યાં કહેવાય છે કે, વિધિના લેખ લખાયા હોય તે જીવન સાથી મળે છે. લગ્ન જીવન માટે યોગ્ય અને સમકક્ષ સાથીનાં વર અને કન્યા પસંદ કરતા હોય છે. જો કે, આ કિસ્સામા કોઈ પણ પ્રકારની સામ્યતા નથી. વરરાજાની ઉંચાઈ નથી તો કન્યા પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બંને એ પોત પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો નીર્ધાર કર્યો છે.

દીકરીને આશિર્વાદ આપવા માટે હરિ ઓમ વૃદ્ધાશ્રમનાં જોશી બાપા, મેયર ધીરુભાઈ ગોહેલ, મીનાબેન ગોહેલ, બટુકબાપુ, કિશોર ભાઈ ચોટલિયા, યાકુબભાઈ મેમણ, જગૃતિબેન ખારોડ, આશિષ ભાઈ રાવલ, સનતભાઈ પંડ્યા, કાંતિ ભાઈ મોદિ, વિજય ભાઈ કિકાંણી, પુનિત ભાઈ શર્મા, ભરતભાઈ બાલસ, રજનીભાઈ શાહ, કાંતિ ભાઈ કિકાંણી,  મુકુંદ ભાઈ પુરોહિત જેવા પ્રતિષ્ઠીત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ અનોખા લગ્નને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદ ભાઈ મારડિયા, શાન્તાબેન બેસ, કમલેશ ભાઈ પંડ્યા, અલ્પેશ ભાઈ પરમાર, પ્રવીણ ભાઈ જોશી, મુકેશ ભાઈ મેઘનાથી, કમલેશભાઈ ટાંક, મનહરસિંહ ઝાલા, શારદાબેન ગાજીપરા, કે.કે. ગોસાઇ, કેતન ભાઈ નાંઢા એ ભારે જહેમત ઉઠાવી હતી.