Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા પીએચ.ડી. પરીક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કુલસચિવના જણાવ્યા મુજબ એકઝામમાં રજિસ્ટ્રેશન માટેના ફોર્મ યુનિવસિર્ટીની વેબસાઈટ પરથી તા.14 ઓગસ્ટથી તા.5 સપ્ટેમ્બર સુધી મેળવી શકાશે અને ઓનલાઈન ફોર્મ મેળવ્યા બાદ રૂા.450નું પરીક્ષા ફીનું પેમેન્ટ ગેટ-વે ચાર્જ પણ ઓનલાઈન ભરવાનો રહેશે.

પ્રવેશ પૂર્વક ફી ભર્યા બાદ જ પ્રવેશ ફોર્મ માન્ય રહેશે.ત્યારબાદ ફી ભર્યાની પહોચ નીકળશે. અનુસ્નાતક પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ટકા (ગ્રેસિંગ સિવાય) અને એસટી/એસસી, એસઈબીસી, શારીરિક ખોડખાપણ ધરાવતાં ઉમેદવારોને 50 ટકા (ગ્રેસિંગ વગર) ગુણ હોવા જરૂરી છે

તેમજ ટેકનિકલ પૂછપરછ માટે (02812578501) એક્સટેન્શન નંબર  477 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.