Abtak Media Google News
ઉતર ગુજરાતમાં અડધાથી લઈ ૪ ઈંચ, દક્ષિણ ગુજરાતમાં ૬ ઈંચ વરસાદ

રાજયમાં એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થતા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ પડયો છે.

ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તો પૂર્વ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા,છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાં સાર્વત્રિક ૧ થી લઈ ૫ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મધ્ય ગુજરાતમાં મોસમનો કુલ ૩૫.૬૨ ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાનું દે ધના-ધના જોવા મળ્યું હતું. ભ‚ચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અડધા ઈંચથી લઈ ૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં મોસમનો કુલ ૪૭.૭૨ ટકા વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. સવારથી સમગ્ર રાજયમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.