Abtak Media Google News

ભારતીય વિદ્યાર્થીઓ ઘરે જ વિદેશી સંસ્થાના અભ્યાસ કરી શકશે

કોરોનાથી આખા વિશ્ર્વમાં માઠી અસર થઇ રહી છે ત્યારે દેશ અને દુનિયાના શિક્ષણ જગતને પણ માઠી અસર થઇ રહી છે. મોટાભાગની યુનિવર્સિટીઓએ હવે ઓનલાઇન શિક્ષણનો સહારો લીધો છે. વિદેશની યુનિવર્સિટીઓમાં ભારતના ઘણા વિદ્યાર્થીઓ હોવાથી આ યુનિવર્સિટીઓએ ભારતના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કર્યા છે.

વિદેશની યુનિવર્સિટીઓએ એવી સુવિધા કરી છે કે  ભારતમાં અમુક ચોકકસ સમય સુધી ઓનલાઇન અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી વિદેશમાં જઇ શકે અને અહીં કરેલા અભ્યાસની ક્રેડીટ તથા અન્ય શૈક્ષણિક લાભ ત્યાં થઇ લઇ શકે છે.માનવ રચના શૈક્ષણિક સંસ્થાએ વિદેશની ૫૮ શૈક્ષણિક સંસ્થાઓ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ માટે કરાર કર્યા છે આ કરારથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સંયુકત રીતે સંશોધન, સ્ટુડન્ટ- ફેકલ્ટી આપલે, ક્રેડિટ ટ્રાન્સફર, આંતરરાષ્ટ્રીય સ્કોલરશીપ, સ્ટુડન્ટ વર્ક પરમીટ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોના પ્રવચન વગેરેનો લાભ મળી શકશે.

શૈક્ષણિક સંસ્થાઓને વિશ્ર્વની નામાંકિત યુનિવર્સિટીની જેમં ગે્રજયુએટ સુધીના અભ્યાસની તૈયારી, ભરતી, પ્રવેશ અને સતત પ્રેકટીસ વગેરે લાભ મળી શકશે.

માનવ રચના શૈક્ષણિક સંસ્થાએ આઇપી લીગ યુનિવર્સિર્ટી સાથે કરાર કરતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરીંગ, માસ કોમ્યુનિકેશન બીઝનેસ એડમીનીસ્ટેશન, ઇન્સ્ટીરયર ડીઝાઇન આઇ.ટી. સહીતના અન્ય અભ્યાસ ક્રમોના લાભ મળશે.

બીટેકસએસઇ પુરડે યુનિવર્સિટી નોર્થવેસ્ટ માનવ રચના માટે જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરી રહ્યા છે તે બે વર્ષ અહીં અભ્યાસ કર્યા બાદ પુરડેનોર્થવેસ્ટ ખાતે આગળનો અભ્યાસ કરી શકશે. ઉનાળાના કોર્ષમાં નોંધણી કરાવ્યા બાદ તેઓ ઝડપથી સ્નાતક બની શકશે.

બીબીએ ઇન્ટરેશન બિઝનેસ મેનેજમેન્ટ યુનિ. ઓફ ન્યુ કેસલ ઓસ્ટ્રેલીયામાં આ કરાર હેઠળ અહીં એક વર્ષ અભ્યાસ કરનાર વિદ્યાર્થી બીજા વર્ષથી ત્યાં પોતાની ક્રેડિટ સાથે જે તે વિષય સાથે અભ્યાસ કરી શકશે. બીજી અને ત્રીજું વર્ષ પૂર્ણ કર્યા બાદ તે સ્નાતકની પદવી મેળવી શકે છે.બીએ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્પુનિકેશન વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ઓસ્ટ્રેલીયા માનવ રચના સંસ્થા પ્રથમ વખત મીડિયા અભ્યાસક્રમ પૂરો પાડી રહી છે. જેના થકી વિદ્યાર્થી દેશકે વિદેશમાં પણ મીડીયા ક્ષેત્રમાં પ્રવેશી રોજગારી મેળવી શકે છે. અહીં અભ્યાસ કરનાર વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીની સ્કોલરશીપ પણ મેળવી શકે છે.

બીબીએ (આઇબી, બીએસસી આઇ.ટી) ઓકલેન્ડ ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટડી ન્યુઝીલેન્ડ આ જોડાથી વિદ્યાર્થી સ્નાતક તથા અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરી શકશે. અહી અભ્યાસ કરનાર વિદ્યાર્થી ઓકલેન્ડમાં ૪ સપ્તાહની ઇન્ટર્રશીપ કરી શકશે આ ઉપરાંત એક બીજા સાથે ભણવા અને ભણાવવાની  પઘ્ધતિ અંગે આદાન પ્રદાન થઇ શકશે. બન્ને સંસ્થાઓ વચ્ચે વિદ્યાર્થીઓની ક્રેડિટ અને વિદ્યાર્થીઓનું આદાન પ્રદાન થઇ શકશે.

વૈશ્ર્વિક આઇબી કાર્યક્રમ હેઠળ નોસંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી  યુકેમાં પણ અભ્યાસ માટે જઇ શકશે એક વર્ષના અભ્યાસ થકી તે પોતાની આવડત જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ  વ્યવસાયની લાયકાત  મેળવી શકશે. આ અભ્યાસ દરમિયાન સ્કોલરશીપ પણ મેળવી શકાશે.અમે નવું જ્ઞાન મેળવનારા અને આગળનું વિચારનારા છીએ અને ભારતની સાપેક્ષમાં તેને આગળ વધારી રહ્યા છીએ .શિક્ષણ ની અદ્યતન પઘ્ધતિઓ ઓનલાઇન સગવડતા અને શીખવા માટેના ડિઝટલાઇઝ પ્લેટફોર્મ વિકસવાી રહ્યા હતા.અમને આશા છે કે અમારા આ પગલાથી ભારત તથા વિદેશના શૈક્ષણિક સંસ્થાઓનું વિચારકો જ્ઞાનના આદાન પ્રદાન અનુભવની આપ લેથી લાભ થશે તેમ માનવ રચના એજયુકેશન સંસ્થાના પ્રમુખ ડો. પ્રશાંત ભલ્લાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.