Abtak Media Google News

મોરબીના નવા પુલ પરથી અંદાજે ૩૦ વર્ષીય મહિલાએ પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે, ઘટનાને પગલે ૧૦૮ અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે.

જાણવા મળ્યા મુજબ  મોરબી ના નવા પુલ પર થી આશરે ૩૦ વર્ષ ની મહિલા એ કૂદકો મારી આપઘાત કર્યો કરી લીધો હતો. આપઘાત કરી લેનાર સ્ત્રીના હાથ માં જય મેલડીમાં ત્રોફાવેલ છે.

બપોરના સમયે બનેલી આ  ઘટનાના પગલે પુલ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસ તેમજ ૧૦૮ ઘટના સ્થળે પહોંચી લાશ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.