Abtak Media Google News

લાંબા સમય સુધી દંપત્તીની જેમ સાથે રહેતા યુગલને સંતાન પ્રાપ્તી થાય ત્યારે કાયદેસર ગણી શકયા: સુપ્રીમ કોર્ટ

હિન્દુ મિલકતને વિભાજનના કેસની સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઉપપત્ની દ્વારા પ્રાપ્ત થયેલા સંતાન તેના પિતાની વડીલોપાર્જીત મિલકતમાં કાયદેસરનો હક્કદાર બને છે. તેમજ વ્હીલ કર્યા વિના પિતાનું અવસાન થાય ત્યારે આવું બાળક પોતાના પિતાની તમામ મિલકતનો કાયદેસરનો વારસદાર બનતો હોવાનો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા લીવઇન રિલેશનને કાયદેસરતા બક્ષી છે ત્યારે આવા યુગલ લાંબો સમય સુધી સાથે રહેતા હોય અને બાળકનો જન્મ થયા ત્યારે આવા બાળકને કાયદેસર સંતાન ગણીને તેનો વડીલો પાર્જીત મિલકતમાં હક હિસ્સો મળવો જરૂરી કાયદાની જોગવાય મુજબ છે.

લીવઇન રિલેશન કાયદેસર છે તો બાળક પણ કાયદેસર જ છે: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

કેરળના દામોદરન અને ચિરૂથાકટ્ટી લગ્ન કર્યા વિના જ પતિ-પત્નીની જેમ લાંબો સમય રહ્યા હતા. આ સમય ગાળા દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. દામોદરન 1963માં ભારતીય લશ્કરમાં જોડાયા હતા અને 1979માં સૈન્યમાંઓથી નિવૃત થયા હતા. ચિરૂથાકટ્ટીએ જન્મ આપેલું બાળકના પોતાના પિતાની મિકલતમાં હક મેળવવા સેશન્સ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. સેશન્સ કોર્ટ દ્વારા લગ્ન વિના જ સાથે રહી બાહ્ય સંબંધો દ્વારા પ્રાપ્ત થયેલા પુત્રને યોગ્ય હિસા સાથે પૈતૃક મિલકતમાં યોગ્ય હિસો આપવા ઠરાવ્યું હતું. આ ચુકાદા સામે કેરળ હાઇકોર્ટમાં દાદ મેળવવા દાખલ કરવામાં આવતા હાઇકોર્ટે ગેરકાયદે પુત્ર પૈતૃક પુત્ર મિલકતમાં ભાગ મેળવવા હકદાર ન ઠેરવ્યો હતો.

મિલકતના કાયદેસરના હક માટેના મામલે હાઇકોર્ટે કેસને રિમાન્ડ કરી ફરી નીચેની અદાલતમાં ટ્રાયલ ચલાવવા મોકલ્યો હતો. જેની સામે અનૌરસ સંતાન પોતાનો હક્ક મેળવવા સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ એસ.અબ્દલુ નજીર અને વિક્રમ નાથન દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં સેશન્સ કોર્ટનો હુકમ યોગ્ય ઠેરવી કેરળ હાઇકોર્ટનો ચુકાદો રદ કર્યો હતો.

ઉપપત્ની દ્વારા પ્રાપ્ત થયેલા સંતાન પોતાના પિતા વ્હીલ કર્યા વિના અવસાન પામે ત્યારે તે આપોઆપ તમામ મિલકતનો હકદાર બને

લાંબા સયમ સુધી સાથે રહેલા યુગલને પતિ-પત્ની ગણવામાં આવે છે. ત્યારે તેમના દ્વારા જન્મ પામેલું બાળક ગેરકાયદે નહી પરંતુ કાયદેસર ગણવું અને તેને વડીલો પાર્જત મિલકતમાં ભાગ મેળવવા કાયદેસર રીતે હકદાર છે.
કેટલાક કેસમાં પ્રથમ પત્ની અને બીજી પત્નીના સંતાનો વચ્ચે મિલકત અંગે ગુચ ઉભી થતી હોય છે ત્યારે પિતા દ્વારા વ્હીલ કરવામાં આવ્યું હોય તો તે મુજબ મિલકતની વહેચણી કરવી જોઇએ અને વ્હીલ કર્યા વિના જ પિતા અવસાન પામે ત્યારે બંને પત્નીના સંતાન તમામ મિલકતના સમાન હકદાર બને છે. તેમ વડી અદાલતે સ્પષ્ટ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.