વૈદુ તથા વનસ્પતિ ઔષધીય પ્રદર્શન અને વેંચાણ મેળાને અભૂતપૂર્વ પ્રતિસાદ

 આર્યોકંદ, સાત રોયડો, મોખા, અર્જુનસાદડ, પાદળની છાલ, કાકા કેરીયો સહિતની જડીબુટ્ટીનું યોજાયું પ્રદર્શન: બહોળી સંખ્યામાં લોકો જોડાયા 

પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા શર્વરી સેતુ ફાઉન્ડેશન દ્વારા રેસકોર્ષ ખાતે આદિવાસી પરંપરાગત વૈદુભગત દ્વારા વૈદુ તથા વનસ્પતિ ઔષધીય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન તારીખ ર એપ્રિલ થી 8 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે. આ મેળામાં 105 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યાં છે. ડાંગ, આહવા, વલસાડ જીલ્લાના 450 વધુ આદિવાસી વૈદુભગતો એ મેળામાં ભાગ લીધો છે. જેમાં માલકાંગણી સફેદ મેસળી, આર્યોકદ, જંગલી બટાટા, સાત રોયડો,અર્જુનસાદડ, પાદળની છાલ, ટેટુની છાલ, ડવલા, મોખા વગેરે જડીબુટ્ટીનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તથા પેરાલીસીસ માટે બોડી મસાજ માલકાંગણીના તેલ દ્વારા કલીનીકલ મસાજ કુશળ આદિવાસી ભાઇઓ દ્વારા કરવામાં આવે છે. આર્યુર્વેદીક મેળાના પ્રથમ દિવસ ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઓર્ગેનિક ખેતી વિશે જણાવતા ગીતાબેન ગવળી

ગામડામાં ઓર્ગેનીક ખેતી થાય છે, જે ફકત ચોમાસામાં જ થાય છે. તેમાં ઘરનું છાણીયુ ખાતર, અળસીયા ખાતર નો જ ઉપયોગ થાય છે. નાગલી પાપડ જે કેલ્સીયમનો ખુબ સારો સ્ત્રોત છે. અથાણુ, વાસનું બનાવેલ છે. જેની વાસકીલ ચોમાસમાં જ મળે છે તેને માટલામાં ભરી રાખવામાં આવે છે. અથાણુ બનાવતી વખતે બાફીને સુકવીને તેને બનાવવામાં આવે છે. સફેદ નાગલીના રોટલા બનાવવામાં આવે છે તેનો લોટ નાના બાળકો માટે શકિતવર્ધક હોય છે. બધા જ કઠોડને ખાતર વિના ઉગાડવામાં આવ્યા છે. હળદળ પણ ખાતર વગરની ચોમાસામાં તેની રોપણી કરી દીવાળીમાં કાઢે છે. પછી તેને છોડી હાથ વડે જ ઘરઘંટીમાં દળે છે.

 

જડીબુટ્ટીઓ અને તેલના મિશ્રણ વડે માલીશ કરાય છે: કાશીરામભાઇ

આહવા જીલ્લાથી આવ્યા છે આ ધંધામાં ર0-રપ વર્ષ થી કામ કરે છે. બધા જ પ્રકારના દુ:ખાવા માટે માલીક કરી આપે છે. જડીબુટ્ટીઓ તેલમાં ઉમેરી તેનો લેપ લગાવી માલીક કરવામાં આવે છે. ડોકટર ના ખર્ચા કરતા આ બોવ સસ્તુ અને સારુ પડે છે. પૌરાણિક ઔષધિઓ દ્વારા માલીક કરવામાં આવે છે.

 

બાળકો, ગર્ભવતિઓ માટે તથા નશામુકત થવા ઔષધિઓ ઉપલબ્ધ: ધર્મભાઇ ચૌધરી

ડાંગથી આવેલા સંતુભાઇ ચૌધરી સાથે આવેલા છે. જડીબુટ્ટીનો સ્ટોલ લઇને કોઇને લાગે તો આ જડીબુટ્ટી કુટીને તેનું લેપ બનાવી લગાડવામાં આવે છે. તથા અમુક જડીબુટ્ટી, માથાનો દુખાવા, શરદીના ઉપયોગ છે. નાના બાળકોને ઘણી મદદ થાય છે. તેને પેટનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે. વરમાળો, તામા વગેરે ઔષધિઓ અહીં ઉપલબ્ધ હતી. સાથે જ અહી દવાઓ પણ ઉપલબ્ધ છે તથા ગર્ભવતિઓ માટે પણ દવાઓ છે.

આયુર્વેદિક હોવાથી કોઇ આડઅસર નહીં: બુસ્લીસિંહ ઝાલા

શરીરમાં કાંઇપણ પ્રકારની મચકોળ કે દુખાવો હોય તેનો જળમુળથી ઇલાજ કરવામાં આવે છે. માલીક કર્યા બાદ ખુબ રીલેકસ ફીલ થાય છે માલીક 1પ મીનીટ સુધી ચાલ્યો હતો પણ ખુબ રીલેકસ ફીલ થયું અને આયુર્વેદીક હોવાથી તેની કોઇ આડઅસર પણ નથી થતી.