Abtak Media Google News

મિલકત કૌટુંબીક તબદીલીમા અશાંત ધારો લાગુ પાડી ન શકાય: એડવોકેટ હિતેશ મહેતા

અબતક,રાજકોટ

રાજયનાં કેટલાક શહેરો પાડોશીઓને ત્રાસરૂપ થઈ સસ્તી કિંફમતે મકાન વેંચી નાખવાની  ફરજ પાડવામાં આવતી હોવાથી  કેટલાક વિસ્તારોને અશાંતધારો  લાગુ પાડવામાં આવ્યો છે.  મિલકતના  દસ્તાવેજ અંગે મંજુરી લીધા બાદ  વેચાણ થતુ હોય છે.ત્યારે  અશાંતધારો  કેવા સંજોગોમાં  લાગુ પડી શકે અને કેવા સંજોગોમાં  અશાંતધારો  લાગુ પાડી ન શકાય તે અંગે એડવોકેટ હિતેશ મહેતાએ વિસ્તૃત  માહિતી આપી છે.

કૌટુંબિક તબદીલીમાં લાગુ ન પડવો જોઈએ જેમકે કોઈપણ તબદીલીનો વ્યહવાર જે પિતા પુત્ર , માતા પુત્ર, પતિ પત્નિ, ભાઈ બહેન , ભાઈ ભાઈ કે અન્ય રીતે માત્ર બ્લડ રીલેશન માં થાય છે તેવા વ્યહવારમાં અશાંતધારો દુર કરવો જોઈએ . દા.ત. કોઈપણ વ્યક્તિ તેની સ્થાવર મિલકત બક્ષીસ કે ફારગતિ દસ્તાવેજથી પોતાના પત્નિ, પુત્ર, પુત્રી, ભાઈ કે બહેનને આપવા માંગે છે તેવા વ્યહવાર માં અશાંત ધારો લાગુ ન પડવો જોઈએ.

જયારે કોઈપણ વ્યકિતનું અવસાન થાય છે ત્યારે તેના વારસદારો વચ્ચે બીનઅવેજી ફારગતિ દસ્તાવેજ કરવામાં આવે છે . તેવા ફારગતિ દસ્તાવેજો કે જેમાં ગુજરનાર વ્યક્તિના વારસદારો કોઈ અન્ય વારસદાર કે વારસદારોની તરફેણમાં પોતાનો હકક જતો કરે છે ત્યારે તેવા વ્યહવાર માં અશાંતધારો લાગુ ન પડવો જોઈએ.

જયારે કોઈપન્ન વ્યક્તિ પોતાની હયાતી દરમ્યાન વીલ યાને વસીયતનામું બનાવી તેને 2જીસ્ટર ઓફીસમાં રજીસ્ટર કરાવવા માટે જાય ત્યારે પણ અશાંતધારો લાગુ ન પડવો જોઈએ તે માત્ર પોતાનું વીલ રજીસ્ટર કરે છે કે મારી હયાતી બાદ મારી મિલકત મારે કોને આપવી છે . તેવા વ્યહવારમાં પણ અશાંતધારો લાગુ પાડવો ન જોઈએ.

કોઈપણ વ્યકિત પોતાના પિતા, માતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, ધર્મપત્નિને જયારે લોહીના સબંધમાં કુલમુખત્યારનામું આપે છે . ત્યારે તેવા વ્યહવારોમાં પણ અશાંતધારો લાગુ ન પડવો જોઈએ.

કોઈપણ બિલ્ડર્સ કે ડેવલપર્સની ભાગીદારી પેઢીના ભાગીદારો પોતાના અન્ય ભાગીદારોની તરફેણમાં જયા2ે વેચાણ દસ્તાવેજો કે વેચાણ ક2ા2 કે અન્ય રીતે તબદીલી અંગેના વ્યહવાર માટે કુલમુખત્યારનામું આપે તેવા વ્યહવારોમાં પણ અશાંતધારો લાગુ ન પડવો જોઈએ.

જયારે મેઈન રોડ ઉપર કે જયાં હિન્દુ કે મુસલીમ કોમ્યુનીટી સરખા પ્રમાણમાં હોય ત્યાં કોઈપણ હિન્દુ કે મુસલીમ કોમ્યુનીટી પોતાના ધંધા માટે દુકાન કે ઓફીસ ખરીદ કરતા હોય ત્યારે અશાંતધારા બાબતે અભિપ્રાય મેળવીને તેમાં માત્ર ધંધા – રોજગાર માટે હોય તેવા કિસ્સામાં વ્યહવારૂ અભિગમ વા52ી છુટછાટ આપી ધંધા માટે પરમીશન આપવી જોઈએ.

કોઈપણ વ્યકિત, પેઢી કે કંપની પોતાની માલીકીની સ્થાવર મિલકત દુકાન, ઓફીસ કે અન્ય કોમર્શીયલ પ્રોપર્ટી (વાણિજય હેતુ માટેની મિલકતો) કોઈપણ બેંક કે મલ્ટીનેશનલ કંપનીને લીવ એન્ડ લાયસન્સથી લાંબા સમયથી કરાર કરીને આપવા માંગતા હોય તેવા કિસ્સામાં પણ અશાંતધારો લાગુ ન પડવો જોઈએ.

આવા તો અનેક વ્યહવારો છે જેમાં બિન – વ્યહવારીક રીતે અશાંત ધારો લાગુ પાડવામાં   આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.