Abtak Media Google News

બુલીયન બજારમાં તેજીનો ટોન: રૂપીયામાં નરમાશ

ભારતીય શેર બજારમા આજે સતત બીજા દિવસે મંદીની મોકાણ સર્જાય હતી. સેન્સેકસ અને નિફટીમાં કડાકા બોલી ગયા હતા બુલીયન બજારમાં તેજીજોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયામાં આજે પણ નરમાશ રહેવા પામી હતી.

સપ્તાહના આરંભ સાથે ગઈકાલની ભારતીય શેર બજારમાં જોવા મળેલી મહામંદી આજે પણ યથાવત રહેવા પામી છે. આજે ઉઘડતી બજારે બજારમાં કડાકો બોલી ગયો હતો. સેન્સેકસે 55500 ની સપાટી તોડી 55343.97ની નીચલી સપાટીએ પહોચી ગઈ હતી. જયારે નિફટીએ પણ 16505.60ની નીચલી સપાટી ઘુસી ગઈ હતી બેંક નિફટી અને નીફટી મીડકેપ 100માં પણ કડાકા બોલી ગયા હતા આજે મંદીમાં પણ ડેલ્ટા કોર્પોરેશન,મેટ્રોપોલીસ, એનબીસીસી બજાજ ફીન સર્વ, અને રિલાયન્સ જેવી કંપનીના શેરોના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે વેદાંત, પર્સીસેન્ટ, એલએન્ડ ટી ટેકનોલોજી, એમફાર્માસી, ટાટા સ્ટીલ અને એકિસસ બેંકનાં ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુલીયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો આજે પણ તુટયો હતો.

આ લખાય રહ્યું છે.ત્યારે સેન્સેકસ 344 પોઈન્ટના ઘટાડા સાથે 55421 જયારે નિફટી 98 પોઈન્ટના ઉછાળા સાથે 16533 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 3 પૈસાની નરમાશ સાથે 79.76 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.