Abtak Media Google News

સિવિલમાં દરરોજની નવસોથી વધુ ઓપીડીમાં તાવ, શરદી, ઉઘરસ, ચિકન ગુનીયાના કેસો જોવા મળ્યા

ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે તાવ, શરદી અને ચીકન ગુનીયાના કેસોમાં સપડાતા આરોગ્ય વિભાગે તાત્કાલીક પગલા લેવા જોઇએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.

તાલુકાના મીખાટીંબી, ઇશરા તલંગણા સહીત ગામોમાં ચિકન ગુનીયા અને તાવના કેસના ખાટલા ઘેર ઘેર ધરાયા છે. જયારે તણસવા, નાગવદર, કોલકી સહીતના ગામોમાં પણ ચિકન ગુનીયાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. શહેરમાં આમ્રપાલી સોસાયટી, સદભાવના સોસાયટી અને વિક્રમ ચોક વિસ્તારમાં પણ ચિકન ગુનીયાના કેસ બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આવી ગંભીર બિમારીના ખાટલા ઘર ઘર સુધી પહોંચી ગયા હોવા છતાં આરોગ્યછ તંત્ર કુંભ કર્ણની નિંદરમાં હોય તેવું દેખાઇ આવ્યું છે.

શહેરની ન્યુ લાઇફ હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ અને મકડી હોસ્પિટલમાં પણ ચિકન ગુનીયાના દર્દીના ખાટલા વધુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું હતું.

આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો અને પાવડરનો છંટકાવ નહિ કરવમાં આવે તો સમગ્ર શહેર તાલુકો ચિકન ગુનીયાના રોગના ભરડામાં આવી જતા વાર નહિ લાગે શહેરની સિવીલ હોસ્પિટલમાં છેલ્લા 1પ દિવસ થયા દરરોજ 800 કરતા વધુ ઓપીડી જોવા મળે છે તેમાં મુખ્ય દર્દીઓ ચિકન ગુનીયા, તાવ, ઉઘરસ અને શરદીના દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ અંગે સિવીલ અધિક્ષક ડો. ખ્યાતિ કેશવાલેએ જણાવેલ કે લોકોએ સ્વચ્છ પાણીમાં થતા મચ્છર થી દુર રહેવું જોઇએ ઘરના વાસણો પાણીનો સંગ્રહ ની જગ્યાએ મચ્છન આવે તેવી રીતે સ્વચ્છતા જાળવવી જોઇએ. ખાસ કરીને ઘરના કોઇપણ સભ્યને ચિકન ગુનીયાના લક્ષણો માથુ દુ:ખવુ જીણો તાવ આવવો અશકિત આવવી અને શરીરના સાંઘા પકડાઇ જવા તેવું લાગે તો તરત જ પ્રાથમિક સારવાર લઇ લેવા અનુરોધ કરેલ છે.

શિક્ષણ સમિતિના ચેરમેન પણ ચિકન ગુનીયાની ઝપટે

નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયાને ચિકન ગુનીયાના લક્ષણો જણાતા શહેરની સમપર્ણ હોસ્પિટલમાં દાખલ કરાતા ત્યાં તેનો રીપોર્ટ ચિકન ગુનીયા પોઝીટીવ આવતા તેને સારવાર લેવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.