સ્વામિનારાયણ ગુરૂકુળમાં બ્રાહ્મણ બટુકોને અપાશે ઉપનયન સંસ્કાર

ગુરૂકુળની 75 વર્ષની ધર્મયાત્રામાં યજ્ઞોપવિતના અવસરનો લાભ લેવા ભુદેવોને આહવાન

બ્રાહ્મણો છે એ ભગવાનનું મુખ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા મથી રહેલા બ્રાહ્મણોને ભગવાન   સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા અનેક વખત બ્રહ્મચોરાસી કરીને લાડુ જમાડીને તૃપ્ત કરેલા. રાજકોટ   સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ  ધર્મજીવનદાસજી સ્વામીએ પણ ભૂદેવોને જમાડ્યા છે , વસ્ત્ર તથા દક્ષિણાઓ અર્પીને રાજી કરેલા છે. આવા ભૂદેવોના બટુકોને યજ્ઞોપવિત આપવાનું આયોજન કરેલ છે.

જ્યાં 40 સંતો તથા 1500 વિદ્યાર્થીઓ નિત્ય નિવાસ કરીને ભજન સ્મરણ કરે છે.  હજારો મહિલા પુરુષો દર્શન તથા કથા વાર્તાનો નિત્ય લાભ લે છે એવી તીર્થભૂમિ નૈમિષારણ્ય ક્ષેત્રરૂપ  સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ રાજકોટમાં બ્રાહ્મણ બટુકોનો યજ્ઞોપવિત કહેતાં ઉપનયન સંસ્કાર કાર્યક્રમ તારીખ 13 ડિસેમ્બર 2022 સંવત 2079 ના રોજ સવારે 9:00 વાગ્યે યોજાશે.

પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના શુભ આશીર્વાદ અને સ્વામી ધર્મવલ્લભદાસજીના માર્ગદર્શન અનુસાર  આ ઉપનયન સંસ્કાર કાર્યક્રમ તારીખ 13 ડિસેમ્બરના રોજ યોજાઇ રહ્યો છે.  શ્રી પ્રભુસ્વામીના જણાવ્યા અનુસાર યજ્ઞોપવિત ધારણ કરવા ઇચ્છતાં બટુક બ્રાહ્મણોના પિતાઓએ ગુરુકુલને કંઈ આપવાનું નથી બધી જ સામગ્રીઓ તથા જરૂરિયાતો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આપવામાં આવશે.  દરેક ભૂદેવો પોતાના 50 મહેમાનો માટે પાસ આપવામાં આવશે. તેઓ 50 મહેમાનોને આમંત્રિ શકશે. તેઓને ભોજન પણ ગુરુકુલમાં નિ:શુલ્ક જ કરાવવામાં આવશે.

વધુમાં શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે . તેના અમૃત મહોત્સવ ઉપક્રમે યોજાનાર આ  યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવમાં જે ભૂદેવો પોતાના સંતાનને યજ્ઞોપવિત સંસ્કાર ગુરુકુલમાં કરાવવા ઇચ્છતા હોય તેઓએ નીચેના નંબર ઉપર વહેલા સર સંપર્ક સાધવો. વહેલા તે પહેલાના ધોરણ મુજબ મર્યાદિત સંખ્યામાં ભૂદેવો જોડાઈ શકશે. વિશેષ માહિતી માટે સંપર્ક: શ્રી વસંતભાઈ લીંબાસીયા-   99250 13215, કિશોરભાઈ દવે – 99784 80179, ભરતભાઈ કાથરોટીયા – 96247 18 518